તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
MPLADS યોજના હેઠળ જામનગર સંસદીય મતવિસ્તારમાં વિકાસના કામોને મળી રહ્યો છે નવો વેગ: સાંસદ પૂનમબેન માડમે 18મી લોકસભા અંતર્ગત જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી માટે રૂ. 6.77 કરોડના 141 કામોની દરખાસ્તમાંથી 115 કામોને મળી વહીવટી મંજૂરી
રૂ. 2.35 કરોડના ખર્ચે 52 કામો પૂર્ણ થયા અને રૂ. 1.65 કરોડના 34 કામો પ્રગતિમાં: SC/ST વિસ્તારોના સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર : e-Sakshi પોર્ટલથી કામોમાં આવી પારદર્શિતા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 15 : ન્દ્ર સરકારની સંસદસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના - MPLADS અંતર્ગત જામનગર સંસદીય ક્ષેત્રમાં વિકાસના કામોને નવો વેગ મળ્યો છે. જામનગરના લોકપ્રિય સાંસદશ્રી પૂનમબેન માડમ દ્વારા 18મી લોકસભાના કાર્યકાળમાં મતવિસ્તારના સર્વાંગી વિકાસ માટે સત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સાંસદશ્રી દ્વારા અત્યાર સુધીમાં જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લાના સમાવિષ્ટ ગામોના વિકાસ માટે રૂ. 6.77 કરોડના ખર્ચે કુલ 141 વિકાસ કામોની દરખાસ્ત સંબંધિત જિલ્લા કલેકટરશ્રીને કરવામાં આવી છે.
જામનગર જિલ્લો. કુલ દરખાસ્ત રૂ. 4.19 કરોડના 86 કામો. જેમાંથી રૂ. 3.34 કરોડના 71 કામોને પ્રાથમિક મંજૂરી.દેવભૂમિ દ્વારકા જિલ્લો. કુલ દરખાસ્ત રૂ. 2.39 કરોડના 50 કામો. જેમાંથી રૂ. 2.16 કરોડના 44 કામોને પ્રાથમિક મંજૂરી. મોરબી જિલ્લો. કુલ દરખાસ્ત રૂ. 19 લાખના 5 કામો. જે તમામ 5 કામોને પ્રાથમિક મંજૂરી મળી છે.
આમ ત્રણેય જિલ્લા મળીને કુલ રૂ. 5.69 કરોડના 120 કામોને કલેકટરશ્રી દ્વારા પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે.
સાંસદશ્રીએ સામાજિક ન્યાયને ધ્યાનમાં રાખીને અનુસુચિત જાતિ વિસ્તારો માટે રૂ. 1.16 કરોડના 26 કામો અને જામજોધપુર તથા ભાણવડ તાલુકાના અનુસુચિત જનજાતિની વસ્તી ધરાવતા ગામો માટે રૂ. 51.50 લાખના 11 કામોની ખાસ દરખાસ્ત કરી છે.
પ્રાથમિક મંજૂરી બાદ તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકાના ચીફ ઓફિસર અને માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર દ્વારા સ્થળ તપાસ અને એસ્ટીમેટ બાદ ટેકનિકલ મંજૂરી આપવામાં આવી. ત્યારબાદ કલેકટરશ્રી દ્વારા 115 કામોને વહીવટી મંજૂરી અને ગ્રાંટ ફાળવણીના હુકમો કરવામાં આવ્યા છે.
હાલની સ્થિતિ મુજબ રૂ. 2.35 કરોડના ખર્ચે 52 કામો સંપૂર્ણ પૂર્ણ* થયા છે. રૂ. 1.65 કરોડના 34 કામો* વિવિધ તબક્કે *પ્રગતિ હેઠળ* છે. જ્યારે રૂ. 1.24 કરોડના 29 કામો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. બાકી રહેલા કામો ઝડપથી શરૂ કરવા કલેકટરશ્રી દ્વારા સમીક્ષા બેઠકમાં અમલીકરણ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે.
સાંસદ પૂનમબેન માડમ દ્વારા સમયાંતરે યોજાતી 'દિશા' સમિતિની બેઠકમાં પણ MPLADS યોજનાના કામોની વિસ્તૃત સમીક્ષા કરીને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
કેન્દ્ર સરકારના Ministry of Statistics & Programme Implementation દ્વારા વર્ષ 2023-24 થી e-Sakshi પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલના માધ્યમથી તમામ કામોનું ઓનલાઈન નિયમન, ગ્રાંટ ફાળવણી અને કામ પૂર્ણ થયા બાદ ફોટોગ્રાફ્સ સાથે કમ્પ્લીશન રિપોર્ટ રજૂ કર્યા બાદ જ ચુકવણી કરવામાં આવે છે, જેનાથી યોજનામાં સંપૂર્ણ પારદર્શિતા આવી છે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
