તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને એસપી જયરાજસિંહ વાળાના માર્ગદર્શનમાં દેવભૂમિ દ્વારકા એલસીબી પોલીસને મળી મોટી સફળતા : પ્રોહીબિશનના ૪ ગુનામાં એક વર્ષથી નાસતા-ફરતા જામનગરના કુખ્યાત આરોપી મોહિત ઉર્ફે ઉકેડીને ઇન્ચાર્જ પીઆઇ એન.એચ. જોષીની ટીમે જામ ખંભાળિયામાંથી દબોચી લીધો
પકડાયેલા આરોપી મોહિત ઉર્ફે ઉકેડી સામે જામનગર, મોરબીના વાંકાનેર અને કચ્છ પૂર્વ-ગાંધીધામના લાકડીયા પોલીસ સ્ટેશનમાં સામૂહિક બળાત્કાર, પોક્સો, એટ્રોસિટી અને દારૂના સંખ્યાબંધ ગુનાઓ નોંધાયેલા હોવાનો ચોંકાવનારો ખુલાસો : પીએસઆઇ બી.એમ. દેવમુરારી અને પીએસઆઇ એમ.આર. સવસેટાની ટીમે નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ દરમિયાન ગુપ્ત બાતમીના આધારે કરી અટકાયત

(કૌશલ સવજાણી દ્વારા) જામ ખંભાળિયા:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અલગ-અલગ ગુનાઓમાં લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધીક્ષક જયરાજસિંહ વાળા દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ આદેશ અન્વયે એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ. જોષીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એમ. દેવમુરારી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.આર. સવસેટા અને એલસીબી ટીમ વર્કઆઉટમાં હતી. તે દરમિયાન દેવભૂમિ દ્વારકા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ટીમને પ્રોહીબિશનના ગંભીર ગુનાઓમાં છેલ્લા એકાદ વર્ષથી નાસતા-ફરતા એક રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે.
રાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ દરમિયાન ખંભાળિયામાંથી ઝડપાયો:
એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એમ. દેવમુરારી સ્ટાફના માણસો સાથે નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જેસલસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ લાખાભાઈ પીંડારીયા અને ખીમાણંદભાઈ આંબલીયાને ચોક્કસ અને ખાનગી બાતમી હકીકત મળી હતી કે દ્વારકા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશન એક્ટના ગુનાનો નાસતો-ફરતો આરોપી ખંભાળિયા ખાતે હાજર છે. આ બાતમીના આધારે પોલીસે તુરંત દરોડો પાડીને આરોપી મોહિત ઉર્ફે ઉકેડી કિશોરભાઈ કરશનભાઈ આંબલીયાને કબ્જા હેઠળ લીધો હતો. પકડાયેલો આરોપી મૂળ મેઘપર ટીટોડી ગામ (તાલુકો કલ્યાણપુર, જિલ્લો દેવભૂમિ દ્વારકા) નો વતની છે અને હાલ જામનગરના યાદવનગર શેરી નંબર-૨, ક્રિષ્ના પાનની સામે રહે છે. આરોપીને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે ખંભાળિયા પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે.
પાંચ જિલ્લાના પ્રોહીબિશન અને બીએનએસના ગુનાઓમાં સંડોવણી:
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી મોહિત ઉર્ફે ઉકેડી દેવભૂમિ દ્વારકા ઉપરાંત અન્ય જિલ્લાના ગુનાઓમાં પણ નાસતો-ફરતો હતો. તેના પકડવાના બાકી ગુનાઓની વિગત નીચે મુજબ છે:
ખંભાળિયા પોલીસ સ્ટેશનના બે અલગ-અલગ પ્રોહીબિશનના ગુનાઓ.
દ્વારકા પોલીસ સ્ટેશનના બે અલગ-અલગ પ્રોહીબિશનના ગુનાઓ.
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન કલમો તેમજ બીએનએસ (BNS) ની વિવિધ કલમો હેઠળ નોંધાયેલો ગુનો.
બળાત્કાર, પોક્સો અને એટ્રોસિટી સહિતનો ગુનાહિત ઇતિહાસ:
ઝડપાયેલા આરોપી મોહિત ઉર્ફે ઉકેડીનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ચોંકાવનારો છે. અગાઉ તેની સામે જામનગર અને કચ્છ જિલ્લામાં ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જેની વિગત આ પ્રમાણે છે:
જામનગર સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૦ માં આઈપીસી કલમ ૩૭૬-ડી (સામૂહિક બળાત્કાર) તથા પોક્સો (POCSO) કલમ ૪, ૫, ૬ હેઠળ નોંધાયેલો ગુનો.
જામનગર સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ૧૧૪, }$૩૨૩, ૫૦૪, જી.પી. એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાયેલો ગુનો.
જામનગર સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ૧૧૪, ૩૨૩, ૩૨૪, ૪૫૨ તથા જી.પી. એક્ટ હેઠળનો ગુનો.
જામનગર સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જ બીએનએસ કલમ ૫૪, ૧૨૫(એ), ૩NT૨ હેઠળ નોંધાયેલો ગુનો.
કચ્છ પૂર્વ-ગાંધીધામના લાકડીયા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૫ નો પ્રોહીબિશન એક્ટનો ગુનો.
કામગીરી કરનાર પોલીસ ટીમ:
આ સફળ કામગીરી દેવભૂમિ દ્વારકા એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ. જોષી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એમ. દેવમુરારી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.આર. સવસેટા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વી. કાંબલીયા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જેસલસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ લાખાભાઈ પીંડારીયા, ગોવિંદભાઈ કરમુર, ખીમાણંદભાઈ આંબલીયા અને હસમુખભાઈ કટારા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે.
(5:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
