તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
સજાના આરોપીને આરંભળા ચોકડી પાસેથી ઝડપી લેતી દેવભૂમિ દ્વારકા પોલીસ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૧: શ્રી નીર્લીપ્ત રાય નાયબ પોલીસ મહાનીરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળાએ દેવભુમી દ્વારકા જીલ્લામાં નાસતા ફરતા તથા નામદાર કોર્ટમાં સજા પામેલ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર શ્રી વી. એ. રાણા તેમજ પોલીસ સબ ઇન્સપેકટર શ્રી ડી. એ. વાળાની સુચના તેમજ માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. ટીમના માણસો કામગીરીમાં રોકાયા હતા.
આસી. સબ. ઇન્સ. અશોકભાઇ રાણાભાઇ સવાણી તથા પો. હેડ કોન્સ. હરદાસભાઇ જીવાભાઇ મોવર નાઓને સંયુકત બાતમી હકીકત મળેલ કે કરણભાઇ સ/ઓ દેસુરભાઇ ખેંગારભાઇ દ્વારકાવાળો જેમના વિરૂધ્ધ નામદાર ફેમીલી કોર્ટ ઓખા દ્વારા ભરણપોષપણ પેટે રૂપિયા ૩૭,૦૦૦/-ની રકમ ચુકવવા હુકમ કરેલ હોઇ જે ભરણપોષણની રકમ ચુકવવામાં નિષ્ફળ જતા નામદાર કોર્ટ દ્વારા આરોપી વિરૂધ્ધ ૧૮૦ દિવસની સાદી કેદની સજા ફરમાવી સજા વોરંટ જારી કરવામાં આવેલ તે આરોપી આરંભળા ચોપગી રોડ પર આંખની હોસ્પીટલ સામે હાજર હોઇ જે આરોપીને ઝડપી પાડી આગળની ઘટીત કાર્યવાહી અર્થે મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ વી. એ. રાણા પોલીસ ઇન્સ. એસ.ઓ.જી., ડી. એ. વાળા પો.સ.ઇ. એસ.ઓ.જી., અશોકભાઇ રાણાભાઇ સવાણી આસી. સબ ઇન્સ. એસ.ઓ.જી., હરદાસભાઇ જીવાભાઇ મોવર પો. હેડ કોન્સ. એસ.ઓ.જી. દેવભુમી દ્વારકાએ કરી હતી.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
