તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd September 2026
દ્વારકાધીશની પાવન ભૂમિ પર જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્રની વિશેષ ડિજિટલ પહેલ : યાત્રિકો માટે ક્યૂ આર કોડ સ્કેનિંગ સિસ્ટમ કાર્યરત
લાખો શ્રદ્ધાળુઓ માટે કલેક્ટર રાજેશ તન્નાના માર્ગદર્શન હેઠળ વહીવટી આયોજન અને પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના નેતૃત્વમાં સુદ્રઢ કાયદો-વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવસ્થાપન

કૌશલ સાવજાણી દ્વારા, જામ ખંભાળિયા: ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ દ્વારકા ખાતે આગામી ૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ જન્માષ્ટમી મહોત્સવની ખૂબ જ ઉમંગભેર ઉજવણી કરવામાં આવનાર છે. જન્માષ્ટમીના આ પાવન પર્વે દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શનાર્થે પધારતા હોય છે. આ સુઅવસરે દ્વારકા આવતા શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અગવડ કે મુશ્કેલી ન પડે તે માટે કલેક્ટર રાજેશ તન્નાના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ અને સુસજ્જ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
કાયદો અને વ્યવસ્થા જાળવવા સઘન બંદોબસ્ત તથા ડિજિટલ પાર્કિંગ સુવિધા:
યાત્રાધામ દ્વારકામાં ઉત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રહે તે માટે પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વ્યાપક અને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે જ બહારથી આવતા શ્રદ્ધાળુઓ પોતાના વાહનોનું સુગમતાથી પાર્કિંગ કરી શકે અને ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં તે હેતુથી પોલીસ તંત્ર દ્વારા આધુનિક ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને વિશેષ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ડિજિટલ પહેલ અંતર્ગત જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પાર્કિંગ સ્થળોના ક્યૂ આર કોડ (QR Code) તૈયાર કરવામાં આવ્યા છે. યાત્રિકો અને વાહનચાલકો આ ક્યૂ આર કોડ સ્કેન કરીને તુરંત જ નિયત પાર્કિંગ સ્થળની ચોક્કસ માહિતી અને લોકેશન પોતાના મોબાઈલ પર પ્રાપ્ત કરી શકશે. જન્માષ્ટમી ઉત્સવ દરમિયાન સુચારુ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નિયત કરવામાં આવેલા પાર્કિંગ સ્થળોએ જ વાહનો પાર્ક કરવા અને આ ડિજિટલ પહેલમાં પૂર્ણ સહકાર આપવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તમામ નાગરિકો તેમજ યાત્રાળુઓને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
(5:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
