News of Thursday, 3rd September 2026
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નહિવત વરસાદને કારણે ધરતીપુત્રોની આકરી કસોટી
ખંભાળિયાના લાલપરડા ગામે વરસાદ ખેંચાવાની સાથે બોર-કૂવાના પાણી ખૂટી જતાં મગફળીનો ઊભો પાક સંપૂર્ણપણે સુકાઈ ગયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે મેઘરાજાની વરરાઈ અને નહિવત વરસાદને કારણે ધરતીપુત્રોની આકરી કસોટી થઈ રહી છે, જેમાં ખંભાળિયાના લાલપરડા ગામે વરસાદ ખેંચાવાની સાથે બોર-કૂવાના પાણી ખૂટી જતાં મગફળીનો ઊભો પાક સંપૂર્ણપણે સુકાઈ ગયો છે. 7 વીઘા જમીનમાં પાક નિષ્ફળ જતાં હતાશ થયેલા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠીને આખરે ઊભા મોલમાં સનેડો ફેરવવાની ફરજ પડી છે, જે હવે માત્ર પશુઓના ચારા પૂરતો જ સીમિત રહ્યો છે. આર્થિક સંકટમાં મુકાયેલા ખેડૂતોએ સરકાર સમક્ષ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરી તાત્કાલિક રાહત પેકેજ, આર્થિક વળતર અને ઘાસચારા ડેપો શરૂ કરવાની ઉગ્ર માંગ ઉઠાવી છે
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
