<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

જુનાગઢમાં જપ્‍ત કરાયેલ દારૂનો નાશ

જુનાગઢ રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્‍દ્રસિંહ ચુડાસમા તથા જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સુરોધ ઓડેદરાનાઓની સુચના મુજબ જીલ્લામાં પકડાતો ઇંગ્‍લીશ દારૂ સમયાંતરે નાશ કરવા સુચના થઇ આવેલ હોય. જે અન્‍વયે જુનાગઢ શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્‍યા તથા જુનાગઢ એસડીએમ વૃષાલી  કાંબળે (આઇએએસ) તથા વંથલી એસડીએમ નિકુંજકુમાર ડીધુળા નાઓ તેમજ વહિવટી તંત્રના અધિકારી/કર્મચારી તેમજ પોલીસ અધિકારી તથા કર્મચારીઓની હાજરીમાં સને ર૦ર૬ દરમ્‍યાન જુનાગઢ જીલ્લના એ-ડીવીઝન, બી-ડીવીઝન, જુનાગઢ તાલુકા બીલખા, વંથલી પોલીસ સ્‍ટેશન ખાતે પકડાયેલ ગેરકાયદેસર ઇંગ્‍લીશ દારૂનો જથ્‍થો જેમાં અલગ અલગ પો. સ્‍ટે. ના કુલ ૧૭૧ ગુન્‍હાનો મુદ્દામાલ પૈકી ઇંગ્‍લીશ દારૂની નાની મોટી બોટલ નંગ-પ૦,પ૭૯ જેની કુલ કી. રૂ. ૧,૧૩,૮૮,ર૬૦/- નો. મુદ્દામાલ પંચોની હાજરીમાં ડુંગરપુર ધાર ખાતે નાશ કરવામાં આવેલછ ે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:55 PM IST)