<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

ધોરાજીના સુપેડી ગામ પાસે ડિમોલિશન: નેશનલ હાઈવે ઓથોરિટીની હદમાં 20 જેટલી દુકાનો પર જેસીબી ફરી વળ્યું

નેશનલ હાઈવે ઓથોરિટીએ નોટિસ આપ્યા છતાં પણ દબાણો દૂર નહીં કરતા અંતે ચાર જેટલા જેસીબી દ્વારા 20 જેટલી દુકાનોના દબાણો દૂર કરાયા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીના સુપેડી ગામ પાસે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું નેશનલ હાઈવે ઓથોરિટીની હદમાં કરેલ 20 જેટલી દુકાનો પર જેસીબી ફરી વળ્યું હતું 
   ધોરાજી પોરબંદર નેશનલ હાઈવે ઉપર થયેલા દબાણો બાબતે ધોરાજી તાલુકાના સુપેડી ગામ નેશનલ હાઇવે પાસે ગેરકાયદેસર નેશનલ હાઇવે ઓથોરિટીની હદમાં 20 જેટલી દુકાનોમાં દબાણો થયા હતા. જે બાબતે નેશનલ હાઈવે ઓથોરિટીએ નોટિસ આપ્યા છતાં પણ દબાણો દૂર નહીં કરતા અંતે ચાર જેટલા જેસીબી દ્વારા 20 જેટલી દુકાનોના દબાણો દૂર કર્યા હતા
જે અંગે  હાઈવે ઓથોરિટી સુપરવાઈઝર પ્રશાંત રંગારી એ જણાવેલ કે રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે જેમાં ધોરાજી ઉપલેટા નેશનલ હાઈવે ની હદમાં સુપેડી ગામ પાસે 20 જેટલા મિલકત ધારકોએ ગેરકાયદેસર દબાણ કરીને હોટલો બનાવેલી હતી જે બાબતે અગાઉ નોટિસ આપી હતી છતાં પણ દબાણ કરો એ કોઈ કાર્યવાહી નહીં કરતા અંતે આજરોજ પોલીસ પ્રશાસનની સાથે રાખીને દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી હાઈવે ઓથોરિટી એ પોલીસ તંત્ર ની હાજરી માં 20 જેટલી દુકાનો પર જેસીબી દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા
જ્યારે સ્થાનિક વેપારીઓ ભાવિન ભલાણી  અને ઘનશ્યામ હરિયાળા સ્થાનિક વેપારી
નો આક્ષેપ કર્યો હતો કે તંત્ર દ્વારા કોઈ પણ જાત ની નોટિસ આપ્યા વગર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે
અચાનક ડિમોલેશન હાથ ધરવા આવતા વેપારીઓ માં રોષ  ફેલાઈ ગયો હતો વેપારીઓનો આક્ષેપ કર્યા કે ચોમાસાની ઋતુમાં અચાનક ડિમોલેશન કરતા વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે
નેશનલ હાઈવે ઓથોરિટી એ વેપારીઓના અને સ્થાનિકોના આક્ષેપને ફગાવ્યા હતા
માર્ચ 2026 માં દરેક દબાણ કર્તાઓને નેશનલ હાઈવે ઓથોરિટી એ દબાણ દૂર કરવા નોટિસ આપેલ છે
નેશનલ હાઈવે પર થી પસાર થતા વાહન ચાલકો ને દબાણ ને કારણે વાહન ચલાવામાં મુશ્કેલી થતી હતી જેને લઈ ને દબાણો દૂર કરાયા  હતા તેમ હાઇવે ઓથોરિટી સુપરવાઇઝર પ્રશાંત રંગારી એ જણાવેલું હતું

(6:28 PM IST)