<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

પાકિસ્‍તાનની જેલમાં કેદ ભારતીય માછીમારોને છોડાવી સ્‍વદેશ પરત લાવવા માંગણી

ગીર સોમનાથ જિલ્લા ભાજપ (બક્ષીપંચ મોરચા)ના મહામંત્રી રસિકભાઇ ચાવડા દ્વારા નરેન્‍દ્રભાઇ મોદીને લેખિત રજૂઆત દરિયામાં કોઇ સ્‍પષ્‍ટ ભોૈગોલિક સીમા કે સંકેત ચિન્‍હો ન હોવાથી ભારે પવન અને મોંજા અને કેટલીક વખત ટેકનીકલ ખામીને લીધે ભારતીય માછીમારો બોટ સાથે અજાણતા જળ સીમા ઓળંગીને પાકિસ્‍તાનના દરિયામાં પ્રવેશી જાય છેઃ પાકિસ્‍તાન સ્‍થિત ભારતીય હાઇ કમિશનર મારફત ઉચ્‍ચસ્‍તરીય વાટાઘાટો કરી ભારતીય માછીમારોને પાકિસ્‍તાનની જેલમાંથી મુકત કરાવવા તથા જપ્‍ત કરીને બોટ પરત અપાવવા માંગણી પોરબંદર, વેરાવળ, માંગરોળ, ઉના જાફરાબાદ, ઓખા, કોડીનાર અને દીવ સહિત દરિયાકાંઠા વિસ્‍તારમાં રહેતા ખારવા, કોળી અને અન્‍ય તટ્‍ીય માછીમાર સમુદાય પાકિસ્‍તાન મરીન દ્વારા વારંવાર જળસીમાએ ભારતીય માછીમારોની બોટ સાથે અપહરણથી વ્‍યથિતઃ રોજગારી ઉપર અસર

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૨૮: ગુજરાતના વિશાળ દરિયાકિનારે વસતા માછીમાર સમાજના હિતમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપ (બક્ષીપંચ મોરચા)ના મહામંત્રી રસિકભાઇ ચાવડા દ્વારા   વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીજીને લેખિત રજૂઆત કરીને પાકિસ્‍તાનની જેલોમાં બંધ ભારતીય (વિશેષ કરીને ગુજરાતના) નિર્દોષ માછીમારો તથા તેમની જપ્ત કરાયેલી બોટોને તાત્‍કાલિક મુક્‍ત કરાવી સ્‍વદેશ પરત લાવવા માંગ કરવામાં આવી છે.

આ અંગેની વડાપ્રધાનને રજૂઆત  સાથે મુખ્‍યમંત્રી કાર્યાલય (સચિવાલય, ગાંધીનગર) તથા  નાયબ મુખ્‍યમંત્રીશ્રીના કાર્યાલય (સ્‍વર્ણિમ સંકુલ, ગાંધીનગર) ખાતે પણ  અલગ અલગ રજૂઆતો કરવામાં આવી છે.

આ રજૂઆતમાં જણાવવામાં આવ્‍યું છે કે, પોરબંદર, વેરાવળ, માંગરોળ, ઉના, જાફરાબાદ, ઓખા, કોડીનાર અને દીવ સહિતના દરિયાકાંઠાના વિસ્‍તારોમાં રહેતા ખારવા, કોળી અને અન્‍ય તટીય માછીમાર સમુદાયોની આજીવિકા સંપૂર્ણપણે માછીમારીના વ્‍યવસાય પર નિર્ભર છે. દરિયામાં કોઈ સ્‍પષ્ટ ભૌગોલિક સીમા કે સંકેત ચિホો ન હોવાથી, તેજ પવન, દરિયાઈ મોજા અને ટેકનિકલ ખામીના કારણે માછીમારો અજાણતામાં આંતરરાષ્‍ટ્રીય દરિયાઈ સીમા (IMBL) ઓળંગીને પાકિસ્‍તાની જળસીમામાં પ્રવેશી જાય છે, જ્‍યાં પાકિસ્‍તાનના અધિકારીઓ  દ્વારા તેમની ધરપકડ કરી બોટો જપ્ત કરી લેવામાં આવે છે.

      વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને રજૂઆતમાં રસિકભાઇ ચાવડાએ ભારત સરકારના વિદેશ મંત્રાલય અને પાકિસ્‍તાન સ્‍થિત ભારતીય ઉચ્‍ચાયોગ  હાઇ કમિશનર મારફતે કાનૂની અને કૂટનીતિક સ્‍તરે ઉચ્‍ચ સ્‍તરીય વાટાઘાટો શરૂ કરવા વિનંતી કરી છે. તેમજ જેલમાં બંધ તમામ ભારતીય માછીમારોને ત્‍વરિત ‘‘કોન્‍સ્‍યુલર એક્‍સેસ'' અપાવી નાગરિકતા ચકાસણીની પ્રક્રિયા ઝડપી બનાવી તેમને મુક્‍ત કરાવવા અને તેમની જપ્ત કરાયેલી બોટો પરત અપાવવા નક્કર પગલાં ભરવા માંગ કરી છે, જથી ેઆવા માછીમારો તેઓ ફરીથી પોતાની આજીવિકા શરૂ કરી શકે અને પરિવારોમાં ખુશાલી આવી શકે.

(10:57 AM IST)