તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
ભુજના સ્મૃતિવન ખાતે ૫૧ હજાર દીવડાઓ પ્રગટાવી દીપોત્સવ યોજાયો : દિવંગતોને અપાઈ શ્રદ્ધાંજલિ
ભૂકંપમાં અકાળે અવસાન પામેલા સ્વજનોની યાદમાં દીપ પ્રગટાવીને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી

કચ્છના ભૂજ પાસે આવેલા ભુજીયા ડુંગરની તળેટીમાં આવેલા સ્મૃતિવન ખાતે ધનતેરસના પાવન પર્વે છેલ્લા પાંચ વર્ષથી યોજાતી ભવ્ય દીપોત્સવની પરંપરા આ વર્ષે પણ યોજાઈ. વિવિધ સંસ્થાઓ અને દાતાઓના સહયોગથી ૫૧ હજાર દીવડાઓ પ્રગટાવી વિકસિત ભારતના સંકલ્પ સાથે આ ઉજવણી કરવામાં આવી હતી. . સમગ્ર ભુજ શહેર અને આસપાસના વિસ્તારના નાગરિકોએ એકત્રિત થઈ ભૂકંપમાં અકાળે અવસાન પામેલા સ્વજનોની યાદમાં દીપ પ્રગટાવીને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ ભવ્ય દીપોત્સવે સમગ્ર ભુજ શહેરમાં એક દિવ્ય અને ભાવુક માહોલ સર્જ્યો હતો.
(12:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
