તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
દીનદયાળ પોર્ટ ઓથોરિટી-કંડલાનો દેશમાં ડંકો: 24 કલાકમાં 7.78 લાખ ટન કાર્ગો હેન્ડલ કરી રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપ્યો, ચીનના પોર્ટને પણ પાછળ છોડ્યું
26 જૂનના રોજ સવારે 8 થી 27 જૂનના સવારે 8 વાગ્યા સુધી 7,78,583 મેટ્રિક ટન કાર્ગોનું વિક્રમજનક હેન્ડલિંગ, પોતાનો જ 7.29 લાખ ટનનો જૂનો રેકોર્ડ તોડ્યો, કોલસો, ક્રૂડ ઓઈલ, ખાતર અને કન્ટેનર કાર્ગોનો સમાવેશ, DPA ચેરમેન સુશીલ કુમાર સિંઘે કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા

ભુજ : દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA) સંચાલિત કંડલા બંદરે દેશના બંદરીય ઈતિહાસમાં નવો સુવર્ણ અધ્યાય લખ્યો છે. કંડલા પોર્ટે માત્ર 24 કલાકમાં 7.78 લાખ ટન કાર્ગોનું હેન્ડલિંગ કરીને નવો રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો છે. આ વિક્રમ સાથે કંડલા પોર્ટે વિશ્વના ટોચના બંદરોમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું છે.
DPA દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, 26 જૂન 2026 ના રોજ સવારે 8:00 વાગ્યાથી 27 જૂનના સવારે 8:00 વાગ્યા સુધીમાં બંદર પરથી કુલ 7,78,583 મેટ્રિક ટન કાર્ગોનું હેન્ડલિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે પોર્ટે ગત વર્ષે 15 ઓગસ્ટે સ્થાપેલો 7,29,652 ટનનો પોતાનો જ જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડી નાખ્યો છે.
આ 24 કલાક દરમિયાન બંદર પરથી 2.85 લાખ ટન કોલસો, 1.92 લાખ ટન ક્રૂડ ઓઈલ, 1.10 લાખ ટન ખાતર, 85 હજાર ટન કન્ટેનર કાર્ગો અને બાકીનો અન્ય ડ્રાય બલ્ક કાર્ગો હેન્ડલ કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન 21 જહાજોમાંથી માલ ઉતારવાની અને ચઢાવવાની કામગીરી કરવામાં આવી હતી.
DPA ના ચેરમેન સુશીલ કુમાર સિંઘે જણાવ્યું કે, "આ સિદ્ધિ અમારા તમામ કર્મચારીઓ, અધિકારીઓ, પોર્ટ યુઝર્સ અને શ્રમિકોની મહેનતનું પરિણામ છે. 'ગતિ શક્તિ' યોજના હેઠળ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને ડિજિટલ પ્રોસેસથી આ શક્ય બન્યું છે. કંડલા પોર્ટ હવે ચીનના કેટલાક મોટા પોર્ટની હરોળમાં આવી ગયું છે."
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
