News of Tuesday, 23rd June 2026
વિસાવદરના દુધાળા (ગીર)નાં વતની ફરજનિષ્ઠ ફોરેસ્ટર અલીભાઈ બ્લોચનો ૩૦મી જૂને માળીયા હાટીના ગામે વિદાય સમારંભ
વન વિભાગનાં અધિકારીઓ, પદાધિકારીઓ, સમાજશ્રેષ્ઠીઓ, પરિવારજનો ઉપસ્થિત રહેશે

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદરના દુધાળા (ગીર)નાં વતની ફરજનિષ્ઠ ફોરેસ્ટર અલીમહમદભાઈ વલીમહમદભાઈ બ્લોચનો ૩૦મી જૂન ૨૦૨૬ના રોજ સાંજે ૫:૩૦ કલાકે વન્ય જીવ રેન્જ કચેરી, માળીયા હાટીના ગામે વય નિવૃત-વિદાય સમારંભ રાખવામાં આવેલ છે. જેમાં વન વિભાગનાં અધિકારીઓ, પદાધિકારીઓ, સમાજશ્રેષ્ઠીઓ, પરિવારજનો ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વન વિભાગમાં વર્ષો સુધી ફરજનિષ્ઠ ફોરેસ્ટર તરીકેની ઉમદા છાપ ધરાવતા અલીભાઈ બ્લોચના પિતાશ્રી વી.જે બ્લોચ રેન્જ ફોરેસ્ટ ઓફિસર હતા અને તેમના બે પુત્રો પીએસઆઈ છે. ઉપરાંત તેઓનાં લઘુબંધુ રહીમદાદભાઈ બ્લોચ દુધાળા(ગીર)નાં પૂર્વ સરપંચ અને હાલ વિસાવદર તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ તથા બ્લોચ મકરાણી સમાજના વરિષ્ઠ અગ્રેસર છે.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
