તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Monday, 27th July 2026
હડાળા ગામમાં જાયદ વિરાણીના ઘરમાં ડીસીબીનો દરોડોઃ જૂગાર રમતાં ૯ પકડાયા
એએસઆઇ સમીરભાઇ શેખ, કોન્સ. મનિષભાઇ ચાવડાની બાતમીથી પીએસઆઇ વી. ડી. રાવલીયા અને ટીમની કાર્યવાહીં

રાજકોટ તા. ૨૭: હડાળા ગામે વિરાટ હોટલ પાછળ ગોકુલ મથુરા સોસાયટીમાં એક મકાનમાં જૂગારધામ ચાલી રહ્યું હોવાની બાતમી પરથી ડીસીબીની ટીમે દરોડો પાડી ઘરધણી સહિત ૯ને પકડી લઇ ૨૭૯૦૦ની રોકડ કબ્જે કરી છે.
ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ સમીરભાઇ શેખ, કોન્સ. મનિષભાઇ ચાવડાને બાતમી મળી હતી કે હડાળા ગામની ગોકુલ મથુરા સોસાયટીમાં રહેતો જાયદ આમદભાઈ વીરાણી પોતાના મકાનમાં બહારથી માણસો ભેગા કરી જુગાર રમાડી રહ્યો છે. બાતમીના આધારે પોલીસ ટીમે તુરંત જાયદ વીરાણીના બે માળના પાકા મકાનમાં દરોડો પાડ્યો હતો. મકાન અંદર પ્રવેશતા રૂમમાં અમુક શખ્સો ગોળ કુંડાળું વળી ગંજીપાના વડે પૈસાની લેતી-દેતી કરી તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા નજરે પડ્યા હતા.
પોલીસે જાયદ તેમજ સુલ્તાન મહેબુબભાઈ ચોહાણ (ઉ.વ. ૩૪, ધંધો- ઈંડાની લારી, રહે. આર.એમ.સી. ક્વાર્ટર્સ, બ્લોક નં. ૧૦, રૂમ નં. ૬૨૨, નાના મવા સર્કલ), અજીત બહાઉદીનભાઈ હોથી (ઉ.વ. ૪૨, ધંધો-મજુરી, રહે. ભરતવન સોસાયટી, શેરી નં. ૧, જંગલેશ્વર), રજાક સુલેમાનભાઈ સમા (ઉ.વ. ૪૬, રીક્ષા ડ્રાઈવીંગ, રહે. ભગવતીપરા, શેરી નં. ૫, આશાબા પીર રોડ, હુસૈની મસ્જીદ સામે), દાઉદ ભીખુભાઈ સમા (ઉ.વ. ૩૭, રીક્ષા ડ્રાઈવીંગ, રહે. હડાળા ગામ, તા.રાજકોટ), એઝાઝ ઈસ્માઈલભાઈ સંધી (ઉ.વ. ૨૫, મજુરી), રહે. હડાળા ગામ), જાહીદ પોપટભાઈ કાતીયાર (ઉ.વ. ૩૦, પ્રાઈવેટ નોકરી, રહે. ગોકુલનગર સોસાયટી, હડાળા), આફતાબ ભીખુભાઈ સંધી (ઉ.વ. ૨૩, મજુરી, રહે. બ્લોક નં. ૧૨, સેફીપાર્ક સોસાયટી, બદ્રીપાર્કની બાજુમાં, ભગવતીપરા) અને રીયાઝ દાઉદભાઇ ઉનડપોત્રા (ઉ.વ.૨૬-રિક્ષા ડ્રાઇવીંગ રહે. મોચીનગર-૭, શીતલ પાર્ક)ને પકડી લઇ રોકડ રોકડ, ગંજીપાના કબ્જે લીધા હતાં. પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ વી. ડી. રાવલીયા, હેડકોન્સ. મુકેશભાઇ સબાડ, જીલુભાઇ ગરચર સહિતે દરોડો પાડયો હતો.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
