<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

દ્વારકાધીશ મંદિરમાં દિપાવલી-નૂતન વર્ષ ઉત્સવનો દર્શન સમય જાહેર : ધનતેરસથી ભાઈબીજ સુધી શ્રીજીના દર્શનનો ક્રમ નક્કી

દિવાળી ના રોજ મંગળા આરતી સવારે ૦૫:૩૦ વાગ્યે થશે : તા. ૭ થી ૧૧ નવેમ્બર સુધી ખાસ વ્યવસ્થા : વૈષ્ણવોને લાભ લેવા વહીવટદારની અપીલ

(વિનુભાઈ  સામાણી દ્વારા) દ્વારકાતા.૪ : શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા વહીવટદાર કચેરી દ્વારા દિપાવલી નૂતન વર્ષ ઉત્સવ અંગે જાહેર વિજ્ઞપ્તિ પ્રસિદ્ધ કરવામાં આવી છે. ક્રમાંક દેવ જા.વિ. દિપાવલી ઉત્સવ ૨૧/૨૬ તા. ૦૨/૧૧/૨૦૨૬ ના રોજ બહાર પાડવામાં આવેલી આ વિજ્ઞપ્તિમાં જય દ્વારકાધીશ સાથે સર્વે વૈષ્ણવોને જણાવવામાં આવ્યું છે કે, આગામી તા. ૦૭/૧૧/૨૦૨૬ થી તા. ૧૧/૧૧/૨૦૨૬ દરમ્યાન દિપાવલી નૂતન વર્ષ ઉત્સવ ઉજવવામાં આવનાર હોવાથી શ્રી દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શનનો ક્રમ નીચે મુજબ રહેશે. તો સર્વે વૈષ્ણવોએ દર્શનનો લાભ લેવા વિનંતી છે.

 

તા. ૦૭/૧૧/૨૦૨૬ શનિવાર ધનતેરસ ના રોજ નિત્ય ક્રમ મુજબ દર્શન રહેશે. તા. ૦૮/૧૧/૨૦૨૬ રવિવાર રૂપ ચતુર્દશી દિવાળી ના રોજ મંગળા આરતી સવારે ૦૫:૩૦ વાગ્યે થશે, સ્નાન દર્શન બંધ ૦૭:૦૦ થી ૦૮:૦૦ સુધી રહેશે, અન્ય ક્રમ નિત્ય ક્રમ મુજબ રહેશે, અનોસર દર્શન બંધ બપોરે ૦૧:૦૦ વાગ્યે થશે, ઉત્થાપન સાંજે ૦૫:૦૦ વાગ્યે, હાટડી દર્શન સાંજે ૦૮:૧૫ વાગ્યે અને શયન રાત્રે ૦૯:૪૫ વાગ્યે થશે.

 

તા. ૦૯/૧૧/૨૦૨૬ સોમવાર અન્નકૂટ ઉત્સવ ગોવર્ધન પૂજા ના રોજ મંગળા આરતી સવારે ૦૬:૦૦ વાગ્યે, ગોવર્ધન પૂજા બપોરે ૧૧:૩૦ વાગ્યે, અનોસર દર્શન બંધ બપોરે ૦૧:૦૦ વાગ્યે, અન્નકૂટ દર્શન સાંજે ૦૫:૦૦ થી ૦૭:૦૦ સુધી અને શયન રાત્રે ૦૯:૪૫ વાગ્યે થશે. તા. ૧૦/૧૧/૨૦૨૬ મંગળવાર નૂતન વર્ષ ના રોજ મંગળા આરતી સવારે ૦૭:૦૦ વાગ્યે થશે અને અન્ય ક્રમ નિત્ય ક્રમ મુજબ રહેશે. તા. ૧૧/૧૧/૨૦૨૬ બુધવાર ભાઈબીજ ના રોજ નિત્ય ક્રમ મુજબ દર્શન રહેશે.

 

ઉપરોક્ત વિગતે દર્શનનો સમય હોય જેનો લાભ શ્રી દ્વારકાધીશ મંદિરના ઓફિસીયલ સોશિયલ મીડિયાના માધ્યમથી લેવા માટે  ક્યુઆર કોડ સ્કેન કરવા જણાવવામાં આવ્યું છે. આ વિજ્ઞપ્તિ વહીવટદાર અને નાયબ કલેક્ટર શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા (એસ. પી. ગઢવી) દ્વારા બહાર પાડવામાં આવી છે.(તસવીર દીપેશ સામાણી-દ્વારકા)

(2:56 PM IST)