News of Tuesday, 14th July 2026
સાયકલિંગ શરીરને તંદુરસ્ત રાખવા માટેની અસરકારક કસરતઃ ડો. મનસુખભાઇ માંડવિયા
પોરબંદરમાં ડો. મનસુખભાઇ માંડવિયા અને અર્જુનભાઇ મોઢવાડિયાના રસ્તે ફેમીલી નાઇટ સાયકલિંગ રાઇડનો પ્રારંભ

(પરેશ પારેખ દ્વારા)પોરબંદર, તા. ૧૪, સાયકલિંગ ક્લબ અને પોરબંદર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ફેમિલી નાઇટ સાયકલિંગ રાઇડનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત યોજાયેલી સાયકલ રેલીને કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા તથા રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે સાયકલિંગ શરીરને તંદુરસ્ત અને ફિટ રાખવા માટેની સૌથી અસરકારક તેમજ સરળ કસરતોમાંની એક છે. નિયમિત સાયકલિંગથી શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. તેમણે સાયકલ ચલાવવાના વિવિધ આરોગ્યલક્ષી લાભોની માહિતી આપતાં નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે રોજિંદા જીવનમાં નિયમિત સાયકલિંગનો સમાવેશ કરવાની અપીલ કરી હતી.
આ સાયકલ રેલીમાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા, રાજ્યના વન - પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પોરબંદરના મેયર સાગરભાઈ મોદી અને સાયકલ પ્રેમીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકોઅ ભાગ લીધો હતો.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
