તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
સાયબર ક્રાઇમ પોલીસ જામનગર બ્લડ ડોનેશન કેમ્પ ખાતે એવેરનેશ અંગેના પેમ્પલેટનું વિતરણ કરાયું
જામનગર પંચકોશી એ-ડિવી દ્વારા રોયલ રીસોર્ટ ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, જામનગરની ટીમ દ્વારા ઉપસ્થિત રહી રક્તદાતાઓ તથા અન્ય નાગરિકોને સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ અપાઈ

જામનગર :પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, નિર્લિપ્ત રાય તથા જામનગર પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીનાઓએ ક્રાઇમ કોન્ફરન્સ દરમ્યાન આપેલ માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, જામનગર દ્વારા તા.૦૯/૦૭/૨૦૨૬ ના રોજ જામનગર પંચકોશી એ-ડિવી દ્વારા રોયલ રીસોર્ટ ખાતે રાખવામા આવેલ બ્લડ ડોનેશન કેમ્પ ખાતે અવેરનેશ અંગેના પેમ્પેલેટનુ વિતરણ કરવામા આવેલ હતું. આ ક્રાર્યક્રમનું સફળ આયોજન પો.ઇન્સ આઈ.એ.ઘાસુરાનાઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે.
જામનગર પંચકોશી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, જામનગરની ટીમ દ્વારા ઉપસ્થિત રહી રક્તદાતાઓ તથા અન્ય નાગરિકોને સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ આપવામાં આવી હતી. આ દરમિયાન ઓનલાઈન છેતરપિંડી, ફિશિંગ, OTP ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ સહિતના વિવિધ સાયબર ગુનાઓથી બચવા માટે રાખવાની સાવચેતીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, સાયબર ગુનાનો ભોગ બન્યાની સ્થિતિમાં તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર સંપર્ક કરવા તથા National Cyber Crime Reporting Portal (www.cybercrime.gov.in) પર ફરિયાદ નોંધાવવા અંગે માહિતી આપવામાં આવી હતી.
સાયબર સુરક્ષા અંગે જાગૃતિ દ્વારા નાગરિકોને સુરક્ષિત ડિજિટલ વ્યવહારો માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.આ ક્રાર્યક્રમનું પ્રેઝન્ટેશન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશના પો.સબ.ઈન્સ એન.પી.ઠાકુર સા. તથા પોલીસ કોન્સ્ટેબલ જિતેન્દ્રસિંહ જાડેજા તથા લોકરક્ષક હિરલબેન ડી. દવે દ્વારા કરવામાં આવ્યું હતું.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
