<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

"ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ ' અંતર્ગત જામનગરમાં વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં સાયબર અવેરનેસ પેમ્ફલેટનું વિતરણ

"SSB હેડ ક્વાર્ટર NCC કેડેટ્સ કેમ્પ” જામનગર ખાતે સાયબર અવેરનેસ સેમિનાર અને અવેરનેસના ૪૦૦ પેમ્ફલેટસનું વિતરણ કરવામાં આવેલ.

જામનગર :પોલીસ મહાનિર્દેશક સી.આઈ.ડી.(ક્રાઇમ અને રેલ્વેઝ) ગુ.રા. ગાંધીનગર તરફથી “Operation SURAKSHIT CYBER SPACE” નામે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હોઈ જે અનુસંધાને નાયબ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ નિર્લિપ્ત રાય તથા જામનગર પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીનાઓએ આપેલ સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગર દ્વારા ડ્રાઈવ અંતર્ગત તા.૨૬/૦૭/૨૦૨૬ ના રોજ સાયબર લગત ગુનાઓ અટકાવવા બાબતે She-Team ને બ્રીફ કરવામાં આવેલ જેમાં “કુવરબાઈ જૈન ધર્મશાળા” જામનગર ખાતે યોજાયેલ વિધ્યાર્થી સન્માન સમારોહ" માં આવેલ વાલીઓ અને વિધ્યાર્થીઓને સાયબર અવેરનેસના ૨૦૦ પેમ્ફલેટસનું વિતરણ કરવાં આવેલ તથા "SSB હેડ ક્વાર્ટર NCC કેડેટ્સ કેમ્પ” જામનગર ખાતે સાયબર અવેરનેસ સેમિનાર અને અવેરનેસના ૪૦૦ પેમ્ફલેટસનું વિતરણ કરવામાં આવેલ.આ ક્રાર્યક્રમનું સફળ આયોજન પો.ઈન્સ.આઈ.એ. ધાસુરાની આગેવાની હેઠળ કરવામાં આવેલ છે.

“કુવરબાઈ જૈન ધર્મશાળા” અને “SSB હેડ ક્વાર્ટર NCC કેડેટ્સ કેમ્પ” ખાતે વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ જેવા કે,ડીઝિટલ અરેસ્ટ સ્કેમ,વીશીંગ કોલ, ફીશીગ કોલ, ફેક શોપીગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ, મ્યુલ અકાઉન્ટ વિગેરે સાયબર ફ્રોડ વિશે માહીતગાર કરવામાં આવેલ ઉપરાંત ઓનલાઈન સુરક્ષા બાબતે ખાસ ટિપ્સ આપવામાં આવેલ તેમજ સાયબર અવેરનેસ અંગેના પેમ્પલેટનુ વિતરણ કરવામા આવેલ.

આ ક્રાર્યક્રમનું પ્રેઝન્ટેશન “સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન” ના પો.હેડ.કોન્સ. કુલદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું.

(5:08 PM IST)