News of Wednesday, 22nd April 2026
એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ ન કહેવાયઃ પૂ.મોરારીબાપુ
ત્યાગ, તપસ્યા અને નિરંતર સાધનાની ભુમી પાલીતાણામાં ‘માનસ શિવ સંકલ્પ' શ્રીરામકથાનો આજે પાંચમો દિવસ

રાજકોટ, તા. રરઃ ત્યાગ-તપસ્યા અને નિરંતર સાધનારત એવી જૈનતીર્થ પાલીતાણાની પરમભૂમિ પર પ્રવાહિત થતી રામકથા ‘માનસ શિવા સંકલ્પ' ના ચોથા દિવસે કથાનો પ્રેમસંવાદ આગળ વધારતા કહયું હતુ કે - હું અત્યારે કથા સ્થાને આવતો હતો ત્યારે રસ્તામં મને પાલિતાણાના મુસ્લીમ-વોરા-સમાજના ભાઇઓ મળ્યા. વ્યાસપીઠ પ્રત્યેના એના સદભાવને હું વંદન કરૂ છું. બાપ! કથાના કેન્દ્રિય વિષય ‘શિવ સંકલ્પ'ની સાત્વિક વાત્વિક સંવાદિય ચર્ચાને આગળ લઇ જઇએ, અહિં ‘સંકલ્પ' શબ્દ કેન્દ્રમાં છે એ શબ્દની વિવિધ શ્રેણીઓ છ, ભિન્ન-ભિન્ન સ્વરૂપો છે. (૧) વચન (ર) પણ (૩) વ્રત (૪) પ્રતિજ્ઞા (વરદાન) (પ) આશિર્વાદ (૬) શ્રાપ-અમુક અમુક શ્રાપ પણ આપે એનો પણ પાળવા પડે છે અને (૭) સંકલ્પ- આ બધાં જ પાળવાના હોય છે. પૂ. મોરારીબાપુએ કહ્યું કે નિગમ કહે છે સાગર સાગર સમાન, આકાશ આકાશ સમાન એમ રામ કેવા ? તો કહે છે કે રામ રામ સમાન... ધર્મ હંમેશા વર્તાન છે, સંપ્રદાયો ભૂતકાળ છે. હરિ ઇચ્છા ભવિષ્ય બદલી શકે છે પણ ભવિષ્ય હરિ ઇચ્છા ન બદલી શકે. પછી છે વ્રત. જગતના કલ્યાણ માટે, જગતના ઉધ્ધાર માટે વ્રત ફેરવી શકાય એના દૃષ્ટાતો મહાભારત-રામાયણમાં ઘણા છે. સંકલ્પ શબ્દ શ્રેણીમાં એક શબ્દ છે. પણ અને પ્રતિજ્ઞા. સમર્થ હોય એ જ પ્રતિજ્ઞા તોડી શકે છે. ભીષ્મ-કૃષ્ણ આ કહી શકે છે.
કૃષ્ણની બે પ્રતિજ્ઞા હતી. (૧) સંભવમિ યુગે યુગે અને (ર) મેદાનમાં યુધ્ધમાં શષા હાથમાં નહી લઉં. શષા સુંદર ન હોય પણ સુદર્શન સુંદર છે. અને સુદર્શન ચક્ર છે, શષા નથી.
પૂ. મોરારીબાપુએ કહયું કે આજે તો ધર્મની સ્થિતિ કેવી છે...! કોઇ મને પુછયું કે બાપુ, ઇશ્વર-ભગવાન ‘ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ' કહેવાય છે તો આમાં ‘સાધુ' કેમ નથી? મારી દૃષ્ટિએ ‘ગૌ' એટલે સાધુ, સાધુ હંમેશા ગાય જેવો હોય જ. રાજાચરિત માનસમાં રામના અને તુલસીદાસજીના સંકલ્પો છે. તુલસીજીના ત્રણ સંકલ્પોની મને દર્શન થાય છે.
(૧) સ્વાન્તઃ સુખાય-એટલે કે પોતાના સુખ-શુભ માટે રામગાથા લખવાનો સંકલ્પ (ર) પોતાના મન પ્રબોધ માટે અને (૩) પોતાની વાણીને પવિત્ર કરવા માટે જીવ કરે એ બૌધ્ધિક સંકલ્પ હોય છે જયારે શિવ કરે એ હાર્દિક સંકલ્પ હોય છે. શિવજી લગી શું કામ કરે ? જગત કલ્યાણ માટેનો એ હાર્દિક સંકલ્પ છે. મનના સંકલ્પો, બુધ્ધિના સંકલ્પો, ચિત્તના સંકલ્પો અને અહંકારના સંકલ્પો. આપણે સૌ આ ચાર સંકલ્પોથી ઘેરાયેલા રહીએ છીએ. અને એ સંકલ્પો બૌધ્ધિક હોય છે એટલે નુકશાન પણ થાય છે માટે જ કહેવાયું છે કે શિવ સંકલ્પ હંમેશા હાર્દિક હોય છે. પ્રતિજ્ઞા પણ જયારે બૌધ્ધિક હોય ત્યારે કયારેક નુકશાન થાય છે. (-મનોજ જોશી ‘મજો' રાજકોટ મો. ૯૪૨૬૨ ૪૨૧૧૫, મો. ૮૧૪૦૨ ૧૩૧૩૦)
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
