<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

સાવરકુંડલામાં ફૂટબોલની જેમ ફંગોળાતા ગેસના બાટલાના ગ્રાહકો

માથા ઉપર બાટલા ઉપાડી મહિલા ગ્રાહકો બાટલો મેળવવા આમ થી તેમ ભટકી રહી છે

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, સાવરકુંડલા ખાતે ઇન્‍ડિયન ઓઇલ કોર્પોરેશનની ગેસ એજન્‍સી નું કામ શહેરના એરો ગેસ પાસે વર્ષોથી છે આ ગેસ એજન્‍સી ની અણ આવડત કે અવ્‍યવસ્‍થા ના કારણે વારંવાર શહેરના ૧૫૦૦૦ ઉપરાંત ગેસ કનેક્‍શન ધારકો ભારે મુશ્‍કેલી અને હાડમારીમાં મુકાઈ જાય છે વારંવારની એક જ ફરિયાદ ઊભી થવા છતાં તંત્ર તરફથી પણ કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી જેનો પણ ગ્રાહકોમાં રોશ જોવા મળી રહ્યો છે ત્‍યારે ફરી એક વખત નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં જ સાવરકુંડલા ગેસ ની બબાલ ઊભી થઈ છેઅહી છેલ્લા ૨૦ દિવસથી શહેરની ઇન્‍ડિયન ગેસ એજન્‍સી ખાતે રોજના સેંકડો ગ્રાહકો બાટલો નોંધાવા,બીલ કઢાવવા અને ડીલેવરી લેવા માટે વહેલી સવારથી જ આવી જાય છે અને સવારથી સાંજ સુધી તડકામાં તપતા હોવા છતાં ગેસ એજન્‍સી તરફથી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી બાટલો નોંધાવ્‍યા બાદ ડી એસસી નંબર ની જરૂરિયાત હોય છે પણ કોઈ પણ કારણસર નોંધણી કરાવ્‍યા બાદ આઠ દિવસ સુધી ડી એસસી નંબર પણ મોબાઈલમાં જનરેટ થતો નો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ત્‍યારબાદ ગેસ એજન્‍સી ની મુલાકાત ગ્રાહકો લે અને હાડમારી ભોગવે તો કોમ્‍પ્‍યુટરમાં કમાન્‍ડ આપવાથી ડી એ સી નંબર નો મેસેજ આવતો હોવાની પણ વાતો સાંભળવા મળી રહી છે બાટલા ની ડીલીવરી ઘરે બેઠા તો મળવી મુશ્‍કેલ જ છ.ે

  જેથી ગેસ ના ગોડાઉને મહિલાઓને માથા ઉપર બાટલા ઉપાડી બાટલો બદલાવા જવાની ફરજ પડી રહી છે તાજેતરમાં જ ચાર દિવસ પહેલા આવી અવ્‍યવસ્‍થા અને અંધાધુંધીથી શહેરના ગ્રાહકોએ ધીરજ ગુમાવી એરો ગેસ્‌ ની ઓફિસમાં તોડફોડ કર્યા ની ઘટના પણ બની ગઈ હતી.

ત્‍યારબાદ એક્‍શનમાં આવેલા વહીવટી તંત્રએ એરોગેસ એજન્‍સીના ગ્રાહકોને અન્‍ય એજન્‍સીમાં શિફ્‌ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે જેના અનુસંધાને અમરેલીથી અન્‍ય ગેસ એજન્‍સી સાવરકુંડલાના ગ્રાહકોને બાટલાની ડીલેવરી દેવા માટે આવવાની  સંભાવના છે ત્‍યારે બંને ગેસ એજન્‍સી વચ્‍ચે પાંચ કિલોમીટરનું અંતર હોય ગ્રાહકો પ્રથમ સાવરકુંડલા ની ગેસ એજન્‍સી ઓફિસે ધક્કા ખાય ત્‍યાંથી નકારાત્‍મક જવાબ મળ્‍યા બાદ મહુવા રોડ ઉપર શહેરથી ત્રણ કિલોમીટર દૂર આવેલી જગ્‍યાએ અમરેલીની જે એજન્‍સી બાટલાની ડીલીવરી આપતી હોય ત્‍યાં બાટલો લેવા જાય ત્‍યારે એક બાટલા માટે ચાર કલાકના અંતે ગ્રાહકોને બાટલો મળી રહ્યો છે

આ અંગેની રજૂઆત વહીવટી તંત્રને કરાતા તંત્રએ  હાથ ઊંચા કરી દીધા હોય તેમ અમે અમારું કામ વહીવટી કામ પૂરું કર્યું છે એવો જવાબ દેતા ગ્રાહકો નીસહાય અને નિરાધાર દેખાઈ રહ્યા છે ત્‍યારે ઉચ્‍ચકક્ષાએથી જ સાવરકુંડલાના ગેસ ગ્રાહકોની કાયમી સમસ્‍યાનુ કાયમી નિરાકરણ થાય તેવું ૧૫૦૦૦ ઉપરાંત ગ્રાહક ઈચ્‍છી  રહ્યા છે હવે જોવાનું છે કે વહીવટી તંત્ર કે સત્તાધિકારીઓ કે પદાધિકારીઓ ૧૫૦૦૦ ગેસ ગ્રાહકોની વાતને ગંભીરતાથી લેશે કે પછી હોતી હે ચલતી હૈ નીતિ અપનાવે છે.

(1:25 PM IST)