News of Tuesday, 22nd September 2026
વાંકાનેરમાં જીતુભાઇ સોમાણી આયોજીત ‘માર્કેટ ચોક કા રાજા' ગણેશ ઉત્સવમાં ઉમટતા ભાવિકો
શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા દરરોજ રાસ-ગરબા, રાસ મંડળી દ્વારા હુડો રાસ (માલધારી ભાઇઓ દ્વારા) તલવાર રાસ, નૃત્યુ સહિતના વિવિધ કાર્યક્રમોની વણઝાર-૧૧૧૧ દીપની મહાઆરતીનું આયોજન આ ઉપરાંત ગયા વર્ષે ભાવિકો દ્વારા રાખવામાં આવેલ માનતાઓ પુરી કરવા ભકતજનોનો પણ ભારે ધસારોઃ અશ્વિનભાઇ જોબનપુત્ર દરરોજ રાત્રે આરતીમાં હજારોની સંખ્યામાં પધારતા ગણેશ ભકતોને શુધ્ધ ઘીના લાડુ તેમજ વિવિધ જાતનો પ્રસાદ અપાય છેઃ જીતુભાઇ સોમાણી

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. રર :.. ધારાસભ્ય જીતુભાઇ સોમાણી સંચાલીત શ્રી ગણેશ ઉત્સવ સમિતિના ‘માર્કેટ ચોક કા રાજા' જે શહેરનું સૌથી મોટા પંડાલમાં ગણેશ ભકત ભાઇઓ-બહેનોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો.
‘માર્કેટ ચોક કા રાજા' પંડાલમાં દરરોજ અવનવા કાર્યક્રમો પણ નિહાળવા મળી રહ્યા છે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, રાસ ગરબા, માલધારી ભાઇઓ દ્વારા હુડો રાસ, તલવાર રાસ, નાના બાળકો દ્વારા નૃત્યુ સહિતના દરરોજ વિવિધ કાર્યક્રમો જોવા મળી રહ્યા છે. ‘માર્કેટ ચોક કા રાજા' ના પંડાલમાં બિરાજમાન દુદાણાદેવ શ્રી ગણેશજી સમક્ષ રાખવામાં આવતી માનતા અવસ્થ પુરી થતી હોય છે. ગત વર્ષે ગણેશ ભકતો દ્વારા રાખવામાં આવેલ માનતા આ વર્ષે ઘણા ભકતજનો પુરી કરવા ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. વિશ્વમાં એક માત્ર વિરપુરમાં પૂજય જલારામ ધામમાં એક પણ રૂપિયો ધરાવવાની મનાઇ છે તે જ રીતે આ ‘માર્કેટ ચોક કા રાજા' ના પંડાલમાં પણ દાદાની પાસે રૂપિયા ધરાવવાની મનાઇ કરતા બેર્નરો લગાવવામાં આવ્યા છે. ઉપરોકત પંડાલમાં ૧૧૧૧ દીપ સાથે મહાઆરતી યોજાઇ હતી. તેમજ દરરોજ રાસ-ગરબા યોજી ભારે જમાવટ કરી રહ્યુ છે. આ પંડાલમાં રાત્રે નવ કલાકથી વિવિધ કાર્યક્મો શરૂ થયા પહેલા ગણેશ ભકતો સાંજે ૭-૩૦ કલાકથી આ ગ્રાઉન્ડમાં જગ્યા મેળવવા ઉમટી પડતા હોય છે.
આ ઉપરાંત શ્રી ગણેશ ઉત્સવ સમિતિના મોભી શ્રી રામધામના સ્વપ્ન દ્રષ્ઠા એકમાત્ર રઘુવંશી ધારાસભ્ય શ્રી જીતુભાઇ સોમાણી દ્વારા આવુ સુંદર આયોજન કરવા બદલ વિવિધ જ્ઞાતિના મોભીઓ દ્વારા સાલ આઢોળી જાહેરમાં સન્માનીત કરવામાં આવતા હોય છે. આ પંડાલમાં કાર્યકર્તા (સ્વયંમ સેવક) ભાઇઓ ઉપરાંત બહેનો પણ તન-મન-ધનથી નિઃસ્વાર્થ ભાવે અવિરત સેવાઓ આપતા હોય છે. આ પંડાલમાં દરરોજ સાત થી આઠ હજાર ભકતો દર્શનાર્થ પધારતા હોય છે. આ ‘માર્કેટ ચોક કા રાજા' ના પંડાલમાં દરરોજ મહાપુજા લોહાણા સમાજના ગોર બ્રાહ્મણ મેહુલભાઇ પાંધી દ્વારા કરવામાં આવતી હોય છે.
આ ટાઉન હોલના વિશાળ ગ્રાઉન્ડ બહાર વિશાળ હોર્ડીંગ્સ વાળો આકર્ષક ગેટ ઉભો કરવામાં આવ્યો છે જે આકર્ષકનું કેન્દ્ર સમાન બની રહ્યો છે.
વાંકાનેરનું ૧૦૦ વર્ષ પુરાણુ જીનપરા ચોક ગરબી મંડળના યુવાનો દ્વારા અદ્્ભૂત કેડીયા રાસે ભારે જમાવટ કરી હતી. અને પંડાલ રાસ રજૂ કરવા આમંત્રણ આપવા બદલ આ તકે પંડાલ સંચાલક ધારાસભ્ય જીતુભાઇ સોમાણીને પાઘડી પહેરાવી, સાલ ઓઢાણી ગરીબ મંડળના સંચાલકો કિર્તીભાઇ વ્યાસ, જીજ્ઞેશભાઇ નાગ્રેચા, પ્રતાપભાઇ બારાટે સન્માનીત કરવામાં આવેલ હતાં.
વાંકાનેર પાલીકા સંચાલીત મ્યુનિસીપલ ગર્લ્સ સ્કુલની વિદ્યાર્થીનીઓ દ્વારા રાસ-ગરબા તથા નૃત્ય તેમજ વિવિધ પ્રકારના નાટકો રજૂ કરી ભાવિભકતજનોને ભારે ઘેલુ લગાડેલ હતું. આ તકે વિવિધ અગ્રણીઓએ બાળાઓને રોકડ પુરસ્કાર આપી નવાજવામાં આવેલ હતાં.
સફળ બનાવવા એપીએમસીના ડીરેકટર અશ્વિનભાઇ મેઘાણી, ડાયાલાલ સરૈયા, રાજભાઇ સોમાણી, અમિત સેજપાલ, જીતેશભાઇ રાજવીર (મુનાભાઇ), ચેતનગીરી ગોસ્વામી, હર્ષદભાઇ ગોહેલ, પ્રતાપભાઇ બારોટ (પાટીલ), ચિગારભાઇ સોલંકી, પાલીકા સદસ્ય દિનેશભાઇ સોલંકી, પઢીયારભાઇ, બ્રિજરાજસિંહ રાણા, જીજ્ઞેશભાઇ નાગ્રેચા, રાજૂભાઇ રાજવીર, મનુભાઇ ડી. જે. સહિત ભાજપના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવેલ હતી.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
