તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
ગિરનારની લીલી પરિક્રમામાં માળવેલા, બોરદેવી સહિતના પડાવો પર ભાવિકોની ભીડઃ પાણી આરોગ્ય સુરક્ષા સહિતની વ્યવસ્થાઓને આવકારી

જુનાગઢ, તા.૨૩: ગિરનારની લીલી પરિક્રમામાં ઝીણાબાવાની મઢી આસપાસ ભાવિકોની ભીડ ઓછી થઈ હતી. પરંતુ માળવેલા અને બોર દેવી તેમજ ભવનાથ વિસ્તાર સુધી મોટી સંખ્યામાં ભાવિકો ભવનાથ તરફ આવ્યા હતા.
ગિરનારની લીલી પરિક્રમામાં આ વર્ષના ઓછા વરસાદની લીધે ભાવિકોને પીવાના પાણીની મુશ્કેલી ના પડે તે માટે તંત્ર દ્વારા કરાયેલ આગોતરા આયોજન અને વ્યવસ્થાને લીધે ભાવિકોને તમામ સ્થળોએ પૂરતું પાણી મળતા ભાવિકોએ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા તંત્ર દ્વારા કરાયેલી વિવિધ સુવિધાને આવકારી હતી. ગિરનારની લીલી પરિક્રમામાં પાણીની વ્યવસ્થા ઉપરાંત આરોગ્ય, પોલીસ, વન વિભાગ સહિતના વિભાગોના અધિકારીઓ કર્મચારીઓની ટીમો ભાવિકોની વિવિધ સેવા ઉપરાંત ઈમરજન્સીમાં મદદ મળી રહે તે માટે ફરજ બજાવી રહ્યા છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
