<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

ગોંડલમાં યુવતીના ફોટા અને વિડીયો ઇન્‍સ્‍ટા.માં અપલોડ કરનાર સામે ગુન્‍હો નોંધાયો

૧૯ વર્ષીય યુવતીના ઇન્‍સ્‍ટાગ્રામમાંથી ફોટા અને વિડીયો લીધા હતાઃ અજાણ્‍યા આરોપીની ગોંડલ પોલીસે શોધખોળ હાથધરી

 

 

રાજકોટ તા.રઃ ગોંડલ પંથકમાં રહેતી યુવતીના ફોટા ઇન્‍સ્‍ટાગ્રામમાંથી લઇ ફેઇક ઇન્‍સ્‍ટાગ્રામ આઇ.ડી. બનાવી તેમાં અપલોડ કરનાર અજાણ્‍યા આરોપી સામે ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.

આ મામલે ગોંડલ સીટી પોલીસે ગોંડલ પંથકમાં રહેતી ૧૯ વર્ષીય યુવતીની ફરીયાદ પરથી ફેઇક ઇન્‍સ્‍ટાગ્રામ આઇ.ડી. બનાવી તેના ફોટા અપલોડ કરનાર અજાણ્‍યા આરોપી સામે આઇ.ટી. એકટની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે. પોલીસે જણાવ્‍યુ કે, યુવતીના ઇન્‍સ્‍ટાગ્રામ આઇ.ડી.માંથી આરોપીએ તેના ફોટા અને વિડીયો લઇ ફેઇક ઇન્‍સ્‍ટાગ્રામ આઇડી બનાવી તેમાં અપલોડ કર્યા હતા. ગોંડલ સીટી પી.આઇ. જે.આર. ઝાલાની રાહબરીમાં ટીમે તપાસ હાથધરી છે

(11:41 AM IST)