તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th November 2026
કચ્છના હમીરપર ગામે પાંચ વ્યકિતની હત્યાના આરોપીઓનો નાર્કોટેસ્ટ કરાવવા કોર્ટની મંજુરી
જમીનની અદાવતના ધીંગાણામાં પાંચ લોકોની હત્યા થયેલઃ કુલ ૨૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતીઃ આરોપી પિતા-પુત્ર બનાવ સમયે ૨૫ કી.મી. દુર હોવા છતા સીસીટીવી ફુટેજની તપાસ કર્યા વગર અટકાયત કરતા નાર્કો એનાલિસીસ ટેસ્ટ માટે કરેલ અરજીને કોર્ટે મંજુર કરીઃ સીસીટીવી પુરાવા સંતાડવાના આક્ષેપો સાથે બચાવપક્ષની મહત્વની રજુઆત

રાજકોટ તા. ૦૬: કચ્છના હમીરપર ગામે ખેલાયેલ ખુની ખેલમાં પાંચ વ્યકિતઓની હત્યાના ગુન્હામાં બનાવ સ્થળથી ૨૫ કિલોમિટર દુર હોવા છતા ક્ષત્રીય પિતા-પુત્રને બનાવ સ્થળે હથિયારો સાથે હાજર દેખાડી અને આરોપીની નિર્દોષતા છતી કરતા CCTV ફુટેજની તપાસ ન કરતા આરોપી ભગુભા હસુભા વાઘેલા તથા સિધ્ધરાજસિંહ ભગુભા વાધેલાએ કચ્છની સેશન્સ અદાલતમાં નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરાવવા કરેલ અરજી મંજુર કરી ટેસ્ટ કરવા મંજુરી આપેલ હતી.
આ કેસની હકીકત એવી છે કે, કચ્છના હમીરપર ગામની સીમમાં આવેલ ખેતીની જમીન બાબતે ચાલતા જુના ઝઘડાએ રૌદ્ર રૂપ ધારણ કરતા આજથી ત્રણેક વર્ષ પહેલા ફરીયાદી રમેશ ભવાનભાઈ રાજપુત તથા તેના પરીવારજનો પોતાની વાડીએ સ્કોર્પિયો ગાડીમાં જતા હતા ત્યારે બપોરના સમયે આરોપીઓએ ફીલ્મી ઢબે સ્કોર્પિયો ગાડીના આગળના ભાગે ટ્રેકટર ભટકાડી ગાડી ઉભી રખાવેલ અને ગાડી રીવર્સ પણ જઈ ન શકે તે માટે ૫ાછળનો રોડ ટ્રેક્ટરથી બ્લોક કરી દીધેલ અને ગાડીમાંથી ફરીયાદી તથા તેના પરીવારજનો ઉતરતા આરોપી નં.૧ ગંગાબેન લખ્મણભાઈ મકવાણા, આરોપી નં.૨ દિવાળીબેન કાનજીભાઈ મકવાણા, આરોપી નં.૩ રાધાબેન વિશનભાઈ મકવાણા, આરોપી નં.૪ લક્ષ્મણભાઈ બીજલભાઈ મકવાણા, આરોપી નં.૫ સિધ્ધરાજસિંહ ભગુભા વાઘેલા, આરોપી નં.૬ દેવેન્દ્રસિંહ ઉર્ફે લાલુભા ગેલુભા મકવાણા, આરોપી નં.૭ ખેતાભાઈ પરબતભાઈ મકવાણા, આરોપી નં.૮ કાનજીભાઈ બીજલભાઈ કોળી, આરોપી નં.૯ દિલીપભાઈ મમુભાઈ કોળી, આરોપી નં.૧૦ ભરતભાઈ મમુભાઈ આખ્યાણી, આરોપી નં.૧૧ વનરાજ કરશન આખ્યાણી, આરોપી નં. ૧૨ દિનેષ કરશન આખ્યાણી, આરોપી નં.૧૩ ભગુભા હસુભા વાઘેલા, આરોપી નં.૧૪ વિશનભાઈ હિરાભાઈ મકવાણા, આરોપી નં.૧૫ લાખાભાઈ હિરાભાઈ કોળી, આરોપી નં.૧૬ ધરમશી ઉર્ફે ધમા ગેલાભાઈ કોળી, આરોપી નં.૧૭ પ્રવીણભાઈ હીરાભાઈ કોળી, આરોપી નં. ૧૮ પ્રભુભાઈ ગેલાભાઈ કોળી, આરોપી નં.૧૯ લક્ષ્મીબેન લખમણભાઈ કોળી, આરોપી નં.૨૦ રામશીભાઈ હીરભાઈ કોળી, આરોપી નં.૨૧ રેખાબેન ધરમશી કોળી તથા આરોપી નં.૨૨ મોહનસંગ ઉમેદસંગ વાધેલાનાઓએ લાકડી, ધારીયા, બંધુક જેવા હથીયારોથી હુમલો કરતા હુમલામાં ફરીયાદીના સગા (૧) અખા જેસિંગભાઈ ઉમટ (૨) પેથાભાઈ ભવનભાઈ રાઠોડ (૩) અમરા જેસંગભાઈ ઉમટ (૪) લાલજી અખાભાઈ ઉમટ તથા (૫) વેલા પાંચાભાઈ ઉમટના એમ પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવતા ૨૨ લોકો વિરૂધ્ધ હત્યા, ધાડ, લુટ, રાયોટિંગ તથા આર્મસ એકટ સહિતનો ગુન્હો નોંધાયેલ હતો.
આમ એક સાથે પાંચ લોકોની હત્યાનો ગુન્હો નોંધાતા પોલીસે ફરીયાદમાં જણાવેલ તમામ આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતા જે દરમ્યાન આરોપી ભગુભા હસુભા વાઘેલા તથા સિધ્ધરાજસિંહ ભગુભા વાધેલાએ પોતે કહેવાતા બનાવ સમયે બનાવવાળી જગ્યાથી ૨૫ કિલોમીટર દુર અયોધ્યાપુરી ગામડામાં હતા અને તેઓની હાજરી પ્રસ્થાપિત કરવા વિસ્તારમાં લાગેલ CCTV ફુટેજ પણ પોલીસને પુરા પાડેલ હોવા છતા પોલીસે ફરીયાદી સાથે ભળી જઈ અસલ CCTV ફુટેજ જાણી જોઈને રેકર્ડમાંથી નાશ કરી દીધેલ અને આરોપીઓની બનાવ સ્થળે હાજરી ન હોવા સંદર્ભે મોબાઈલ લોકેશનનો પુરાવો મેળવવાની વિનંતી કરવા છતા પોલીસ દ્વારા આવો પુરાવો અદાલત પાસેથી સંતાડવામાં આવેલ હોવાથી આરોપીએ કચ્છની સેશન્સ અદાલત સમક્ષ તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત પોલીસ તપાસ સામે ગંભીર પ્રશ્નો ઉભા કરી ભચાઉની અદાલતમાં મોબાઈલ કોલ ડિટેઈલ મંગાવવા અને નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરાવવા અરજી કરી હતી.
શ્રી ગોકાણીએ એવી પણ રજુઆત કરેલ કે, આરોપીએ પ્રથમથી જ મેજિસ્ટ્રેટ તથા પોલીસ સમક્ષ નાર્કો ટેસ્ટની અરજી આપેલ હતી અને અરજીમાં જણાવેલ હતું કે આરોપી બનાવ સ્થળે કે બનાવ સમયે હાજર ન હોય અને બનાવ હમીરપર ગામે બનેલ છે અને બનાવ સમયે બનાવવાળી જગ્યાથી ૨૫ કિલોમીટર દુર અયોધ્યાપુરી વિસ્તારમાં હતા અને તે અંગેના CCTV ફુટેજ પણ આઈ. જી., ડી.એસ.પી. સહિતના અધિકારીઓને મોકલેલ હોવા છતા અને તે સંદર્ભે સાક્ષીઓના નિવેદનો નોંધેલ હોવા છતા તપાસ કરનાર પોલીસ અમલદારે તે પુરાવા બાબતે યોગ્ય તપાસ કરેલ નથી અને તે તપાસના કાગળો સાથે રજુ કરેલ નથી. જેથી આરોપીને કાયદા મુજબ પોતાનો પુરાવો રજુ કરવાનો અધિકાર છે અને તે માટે સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ ટાંકી લંબાણપુર્વકની દલીલો કરેલ હતી.
તમામ પક્ષકારોની રજુઆતોના અંતે અદાલત દ્વારા પોતાના વિસ્તળત હુકમમાં ઠરાવેલ હતુ કે પોતાના બચાવ માટે આરોપી પોતાનો નાર્કો ટેસ્ટ કરાવવા માંગે અને મોબાઈલ ફોનની કોલ ડિટેઈલ પોલીસ પાસેથી રજુ કરાવવા માંગેતો તેનાથી ફરીયાદપક્ષને પૂર્વગ્રહ થવાની સંભાવના નથી તેમજ તપાસ કરનાર અમલદારે જ્યારે અદાલત સમક્ષ કબુલ કરેલ છે કે તેને તમામ વ્યક્તિઓના કોલ ડિટેઈલ રેકર્ડ મંગાવેલ હતા પરંતુ તે ચાર્જશીટ સાથે રજુ કરેલ નથી તેવા કિસ્સામાં તે દસ્તાવેજો બચાવપક્ષને ન આપવા તે ન્યાયોચિત નથી જેથી ફેઇર ટ્રાયલના સિદ્ધાંતો તથા સર્વોચ અદાલતના ચુકાદાઓ નેકલક્ષ લઈ આરોપીઓ દ્વારા કરવામાં આવેલ નાર્કો ટેસ્ટ અને કોલ ડિટેઇલ મંગાવવાના અને તે સંદર્ભેના સાહેદો તથા નિવેદનો કોર્ટમાં રજુ કરવાની અરજી મંજુર કરવામાં આવેલ હતી.
આ કામમાં આરોપીઓ વતી રાજકોટના ખ્યાતનામ ધારાશાષાી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, હરેશ કઠિયા, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદીમ ધંધુકિયા, વિશાલ કૌશીક, ભુમિકા નંદાણી, દિવ્યમ દવે, નૈમીષ રાદડીયા, કેવિન ભીમાણી, મળત્યુંજય જોશી, જયદેવસિંહ જાડેજા, હિરલ નિમાવત રોકાયેલ હતા
તુષાર ગોકાણી
આરોપીના વકીલ
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
