<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th May 2026

જામનગરમાં જાહેરમાર્ગમાં ફૂટપાથ પર જીવન વ્યતીત કરતા લોકોનું કાઉન્સલીંગ કરીને રેન બસેરામાં રહેવાની વ્યવસ્થા કરાવતી પોલીસ

જામનગર સીટી એ ડીવીઝન પોલીસન સ્ટેશન દ્વારા વિવિધ વિસ્તારમાં મજુર વર્ગના પરીવાર, જાહેરમાર્ગના ફુટપાથ પર જીવન વ્યતિત કરતા હોય લોકોને શેલ્ટર હોમમાં વ્યવસ્થા કરાઈ

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ નિભાગ રાજકોટ નિર્લીપ્તરાય (IPS) નાઓ દ્વારા મજુર વર્ગના પરીવારોને સુરક્ષીત આશરો આપવાની પહેલ હેઠળ જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) તથા નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ એન. ઝાલાનાઓએ જામનગર શહેર નિસ્તારના મજુર વર્ગના પરીવારોને સેલ્ટર હોમ(રેન બસેરા) ખાતે રહેવાની વ્યવસ્થા કરવા સુચના કરતા સીટી એ ડીવી. પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. વી.એમ.ડોડીયાના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડના સ્ટાફના માણસો દ્વારા નાઇટ રાઉન્ડ દ્વારા સીટી એ ડીવી. પો.સ્ટે. વિસ્તારના ટાઉનહોલ ભીડભંજન મહાદેવના મંદિર સામેના ભાગે તથા પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે જાહેર હુટપાથ પર જીવન વ્યતીત કરતા ૯ વ્યક્તિઓ સાથે કાઉન્સલીંગ કરી બેડી વિસ્તારમાં આવેલસેલ્ટર હોમ (રેન બસેરા) ખાતે સરકારી વાહનમાં પંહોચાડી રહેવાની વ્યવસ્થા કરાવવામાં આવેલ છે.

(5:33 PM IST)