તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
જૂનાગઢના ઐતિહાસિક શીતળા કુંડની દુર્દશાનો વિવાદ વકર્યો: ઉપવાસ પર બેઠેલા સ્થાનિકોને શહેર કોંગ્રેસના હોદ્દેદારો મળ્યા
50 લાખની ગ્રાન્ટ મંજૂર કરાવ્યાની જાહેરાત કરી હતી : ધારાસભ્ય સંજય કોરડીયાએ ખોટી હૈયાધારણા આપ્યાનો આક્ષેપ કરાયો

જૂનાગઢ: ઐતિહાસિક શીતળા કુંડની દુર્દશાનો વિવાદ વકર્યો છે. ઉપવાસ પર બેઠેલા સ્થાનિકોને શહેર કોંગ્રેસના હોદ્દેદારો મળ્યા હતા . શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના હોદ્દેદારોએ ધારાસભ્ય પર પ્રહાર કરતા કહ્યુ કે ધારાસભ્યે 50 લાખની ગ્રાન્ટ મંજૂર કરાવ્યાની જાહેરાત કરી હતી. કોંગ્રેસે જિલ્લા આયોજનમાં તપાસ કરતા ગ્રાન્ટ મંજૂર નથી થઈ. ધારાસભ્ય સંજય કોરડીયાએ ખોટી હૈયાધારણા આપ્યાનો આક્ષેપ કરાયો છે. મનપા, ભાજપ પદાધિકારીઓની ઓફીસના ઘેરાવની કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે. મનપા પૌરાણિક શીતળા કુંડનું નવીનીકરણ કરાવે તેવી લોકોની માગ છે.
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
