તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
જૂનાગઢના માણાવદરમાં એન.જી.,મિલ સામેથી 50 કાચબાના મૃતદેહ મળી આવતાં ચકચાર
મૃત કાચબાઓનું અમરાપુર સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ કાચબાઓનાં મોતનું સાચું કારણ સામે આવશે

જૂનાગઢ જિલ્લાના માણાવદરમાંથી 50 કાચબાના મૃતદેહ મળી આવતાં ચકચાર મચી છે. માણાવદરમાં એન.જી. મીલની સામેથી મૃત કાચબા મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં વન વિભાગે તપાસ શરૂ કરી છે. મૃત કાચબાઓનું અમરાપુર સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ કાચબાઓનાં મોતનું સાચું કારણ સામે આવશે. બીજી તરફ, આટલી મોટી સંખ્યામાં કાચબાના મૃતદેહ કોણ અને કયા કારણોસર ત્યાં મૂકી ગયું તે દિશામાં પણ વન વિભાગે તપાસ હાથ ધરી છે. તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
