<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

તોરી ગામે સુરાપૂરા અને ખોડીયાર માતાના મંદિરનું નિર્માણ કાર્ય વેગમાં

પારદર્શી વહીવટઃ યુવાનોનું નોંધનીય શ્રમદાન

રાજકોટ તા. ૯: અમરેલી જીલ્લાના કુંકાવાવ તાલુકાના તોરી ગામે ‘‘હરખાણી પરિવાર''ના સુરાપુરા નાથાદાદા ચેરીટેબલ ટ્રસ્‍ટ-તોરીના પ્રમુખ માવજીભાઇ હરિભાઇ હરખાણી તથા ટ્રસ્‍ટી પરેશભાઇ ગાંડુભાઇ હરખાણીએ જણાવ્‍યા મુજબ ટ્રસ્‍ટ દ્વારા તોરી ખાતે પોણા બે વિઘા જમીન સંપાદન કરેલ તે જગ્‍યા પર સંવત ર૦ર૮ર કારતક સુદ-પ થી સુરાપુરા નાથાદાદાના મંદિરનું નિર્માણ કાર્ય તથા કોમ્‍યુનિટી હોલ તેની અગાશી પર હરખાણી પરિવારના કુળદેવી ખોડીયાર-માતાજીના મંદિરના નિર્માણનું કાર્ય હાથ ધરાયું છે.ટ્રસ્‍ટના પ્રમુખ માવજીભાઇ હરખાણીએ એસ.ટી. નિવૃત કર્મચારી સંઘના ઉપાધ્‍યક્ષ કુરજીભાઇ હરખાણી સાથે આ બાબતે વિગતવાર ચર્ચા કરી હતી.ટ્રસ્‍ટના મહામંત્રી પરેશભાઇ હંસરાજભાઇ હરખાણી તથા ટ્રસ્‍ટી હિતેષભાઇ ગીરધરભાઇ હરખાણીએ જણાવેલ કે ૧૦ મહિનાના ટુંકા ગાળામાં જમીન ખરીદ, સુરાપુરા નાથાદાદાનું મંદિર, ખોડિયાર માતાજીનું મંદિર-કોમ્‍યુનિટી હોલ સહિતનો દોઢ કરોડનો ખર્ચ થયેલ છે. દાતાઓ તરફથી મળેલ દાન-દર્શનાર્થે આવતા હરખાણી પરિવાર તરફથી સુરાપુરા નાથાદાદાને માનતાની ધરાયેલ રકમનો હિસાબ પારદર્શક રખાય છે તોરી ગામના યુવાનો પોતાના ખીસ્‍સાના ખર્ચે રાત-દિવસ શ્રમને સેવા આપે છે તેમ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી ભાવેશભાઇ હરખાણી અને પ્રફુલભાઇ ગોરધનભાઇ હરખાણીએ જણાવેલ છે.

(2:21 PM IST)