તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
જામનગરમાં તોડી પાડવામાં આવેલ નવી સાધના કોલોનીમાં બાંધકામ શરૂઃ ત્રણ વર્ષ પછી નવા ફલેટ ફાળવાશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૧ :.. જામનગરની ન્યુ સાધના કોલોની માં જર્જરિત ઈમારત ના ડિમોલીશન પછી હવે ત્યાં નવા બાંધકામનો પ્રારંભ થયો છે. ત્રણેક વર્ષ પછી આ નવા ફલેટ જુના મકાન ધારકોને પરત સોંપવામાં આવશે. ત્યાં સુધી પ્રતિ માસ ભાડું હાઉસિંગ બોર્ડ દ્વારા ચૂકવવામાં આવશે.
શહેર ની ન્યુ સાધના કોલોની માં જર્જરિત ઈમારતો ના ડિમોલીશન પછી હાઉસીંગ બોર્ડ દ્વારા અનેક વખત આવાસ ધારકો સાથે બેઠક કરી છતાં ઉકેલ આવતો ન હતો. આખરે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી સમક્ષ ફલેટ ધારકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. અંતે તેમણે દરમિયાનગીરી કરી હતી. આ પછી ફલેટ ધારકો ની માંગ સ્વીકારાઈ હતી.
જેમના મકાનો તોડી પાડવામાં આવ્યા તેમને પ૦૦૦ રૂપિયા ભાડુ ચૂકવાશે. આ પછી એગ્રીમેન્ટ કરી હાઉસીંગ બોર્ડ દ્વારા સાધના કોલોની ના નવા ફલેટો બનાવવા નું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ બાંધકામનું કામ પૂર્ણ થતા અઢી થી ત્રણ વર્ષ જેટલો સમય થશે. અને જે-તે ફલેટ ધારકો ને નવા ફલેટ ફાળવી દેવામાં આવશે. ત્યાં સુધી પ્રતિ માસ પ૦૦૦ લેખે હાઉસીંગ બોર્ડ દરેકને ભાડા રકમ પેટે ચૂકવશે. (
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
