<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

સુત્રાપાડામાં કોંગ્રેસના સુપડા સાફઃ ભાજપનો એકતરફી વિજય

નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનું ખાતું પણ ન ખુલ્‍યું: ભાજપે તમામ બેઠકો કબજે કરી

સુત્રાપાડા, તા. ૨૮: સુત્રાપાડા નગરપાલિકાની ચૂંટણી ૨૦૨૬માં ભારતીય જનતા પાર્ટીએ એકતરફી વિજય મેળવ્‍યો છે. પરિણામોમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે અને પાર્ટીનું ખાતું પણ ખુલી શકયું નથી.

ભાજપે નગરપાલિકાની તમામ બેઠકો કબજે કરી સત્તા પર કબજો જમાવ્‍યો છે. મતગણતરીના પ્રથમ રાઉન્‍ડથી જ ભાજપે સરસાઈ જાળવી રાખી હતી.

કોંગ્રેસના એક પણ ઉમેદવાર વિજય મેળવી શકયા નથી. પરિણામ જાહેર થતાં જ ભાજપના કાર્યકરોમાં ઉત્‍સાહનો માહોલ છવાઈ ગયો છે અને શહેરમાં વિજય સરઘસ સાથે ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે.

(5:32 PM IST)