News of Thursday, 25th June 2026
જામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટી બેઠક બહાર કોંગ્રેસ દ્વાર વિરોધ પ્રદર્શન
સૂત્રોચ્ચાર સાથે વિપક્ષે મહાનગરપાલિકા તંત્ર સામે હંગામો મચાવી પ્રિ-મોન્સૂન કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાના ગંભીર આક્ષેપો કર્યા

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકરોએ કચેરી બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સૂત્રોચ્ચાર સાથે વિપક્ષે મહાનગરપાલિકા તંત્ર સામે હંગામો મચાવી પ્રિ-મોન્સૂન કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાના ગંભીર આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસે શહેરમાં ડ્રેનેજ વ્યવસ્થા અને વરસાદી પાણીના નિકાલ માટે પૂરતી કામગીરી ન કરવામાં આવી હોવાનો આરોપ લગાવી તાત્કાલિક અસરકારક પગલાં ભરવાની માંગ કરી હતી. વરસાદી મોસમ પહેલા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે યોગ્ય આયોજન અને પારદર્શક કામગીરી કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી હતી
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
