તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
રાહુલ ગાંધી પર FIR વિરુદ્ધ ગીર સોમનાથમાં કોંગ્રેસના ધરણા
નમસ્તે સર્કલ પર ચક્કાજામઃ ૫૦ કોંગ્રેસી ડિટેઇનઃ ઉત્તરાખંડના ભાજપ કાર્યકરો સામે પણ કાર્યવાહીની માંગ

વેરાવળઃ રાહુલ ગાંધી વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરના વિરોધમાં ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસે આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. એનએસયુઆઈ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાની હેઠળ કાર્યકરોએ નમસ્તે સર્કલ ખાતે હાઇવે બ્લોક કરીને ચક્કાજામ કર્યો હતો.પોલીસે સ્થળ પર પહોંચી વિરોધ કરી રહેલા આશરે ૫૦ કાર્યકરો અને આગેવાનોને ડિટેઇન કરીને વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો. ભાજપ અને સરકાર વિરુદ્ધ ભારે બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન ચક્કાજામના કારણે હાઇવે પર થોડા સમય માટે વાહન વ્યવહાર અટકી ગયો હતો. કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર તુરંત પાછી ખેંચવાની માંગ કરી હતી. આ ઉપરાંત ઉત્તરાખંડમાં દોષિત ભાજપના કાર્યકરો સામે પણ એફઆઈઆર નોંધવા રજૂઆત કરી હતી. પોલીસની આ કાર્યવાહીને પગલે કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.કોંગ્રેસના નેતાઓએ સરકાર અને પોલીસ પર નિશાન સાધ્યું વિરોધ દરમિયાન કાર્યકરોએ ભાજપ જ્યારે ડરે છે ત્યારે પોલીસને આગળ કરે છે તેવા નારા લગાવ્યા હતા. કોંગ્રેસ આગેવાનોએ પોલીસની આ કાર્યવાહી સામે ગંભીર આરોપો મૂકયા હતા
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
