<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

વિસાવદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનાં કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારીપત્રો રજુ કર્યા

કાલસારીની બેઠક પર સતત બે ટર્મ ચૂંટાયેલા ચંદ્રિકાબેન વાડોદરિયાએ ત્રીજી વખત સરસઈ બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝુકાવ્યું

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર  : વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડોદરિયાના જણાવ્યા અનુસાર વિસાવદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનાં સત્તાવાર ઉમેદવારોની પસંદગી આ પ્રમાણે કરવામાં આવી છે.
જિલ્લા પંચાયતની કાલસારી બેઠક પર ખીમાભાઈ દેવાયતભાઈ બલદાણીયા, સરસઈની બેઠક પર શ્રીમતિ ચંદ્રિકાબેન કરશનભાઈ વાડદોરીયા તથા મોટી મોણપરીની બેઠક પર લાલજીભાઈ કોટડીયાની પસંદગી કરવામાં આવી છે.
જ્યારે વિસાવદર તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર તરીકે આ પ્રમાણે પસંદગી કરવામાં આવી છે. (૧) કાલાવડ : નેહાબેન રાજેશભાઈ ચણીયારા (૨) પ્રેમપરા : વિજયાબેન લાલજીભાઈ કોટડીયા (૩) લીમધ્રા : મનીષાબેન અશ્વિનભાઈ વણાર (૪) મોટી-મોણપરી : ગોવિંદભાઈ પોપટભાઈ વોરા (૫) બરડીયા : લાભુબેન સામજીભાઈ સાવલીયા (૬) નાની-મોણપરી : જયસુખભાઈ બિજલભાઈ ચૌહાણ (૭) જેતલવડ : જયશ્રીબેન રાજેશભાઈ વિક્રમા (૮) શોભાવડલા : ભરતભાઈ ધિરુભાઈ કથીરીયા (૯) ભુતડી : પિન્ટુભાઈ વલ્લભભાઈ હિરપરા (૧૦) કાલસારી : વિનુભાઈ ભીખાભાઈ ફાંગડીયા (૧૧) ભલગામ : નિર્મળાબેન જયંતીભાઈ મારૂ (૧૨) વેકરીયા : શિલ્પાબેન યોગેશકુમાર દવે (૧૩) ઢેબર : શ્રધ્ધાબેન વૈયદીપભાઈ કથીરીયા (૧૪) નાના-કોટડા : કિરણબેન પ્રવિણભાઈ માલવિયા (૧૫) મોટા-કોટડા : વિજયકુમાર કેશુભાઈ લિંબાસીયા (૧૬) મોણીયા : દુધીબેન રાજેશભાઈ રાઠોડ (૧૭) ખંભાળીયા : લક્ષમણભાઈ ગોવાભાઈ વાવેચા (૧૮) સરસઈ : મયુરભાઈ વિનુભાઈ સાવલીયાનો સમાવેશ થાય છે

(11:02 PM IST)