News of Friday, 24th April 2026
પોરબંદર વોર્ડ નં -3ના કોંગ્રેસ ઉમેદવાર અજય મુકેશ મોઢાએ પોલીસની કારને ટક્કર મારી : નશાની હાલતમાં હોવાની ચર્ચા
ભાવસિંહજી હોસ્પિટલ પાસે અજય મોઢાની કારે પોલીસની પીસીઆર વાનને ટક્કર મારી : અકસ્માત બાદ પોલીસે અજય મોઢાની અટકાયત કરી

પોરબંદરમાં વોર્ડ નંબર-3 ના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા પોલીસની ગાડીને ટક્કર મારવાની ઘટના તાજેતરમાં સામે આવી છે.
- પોરબંદરના ભાવસિંહજી હોસ્પિટલ પાસે અજય મોઢાની કારે પોલીસની પીસીઆર વાનને ટક્કર મારી હતી.
- પ્રાથમિક અહેવાલો અનુસાર, અકસ્માત સમયે ઉમેદવાર કથિત રીતે નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે.
- અકસ્માત બાદ પોલીસે અજય મોઢાની અટકાયત કરી છે અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
- આ અકસ્માત શહેરના વ્યસ્ત ગણાતા ભાવસિંહજી હોસ્પિટલના સર્કલ પાસે સર્જાયો હતો.
(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
