<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

કચ્છના માધાપર તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર પર હુમલો: 10થી 15 શખ્સો સામે આક્ષેપ

બૂથ પર આંકડા મેળવવા ગયા હતા ત્યારે અંદાજે 10 થી 15 અજાણ્યા શખ્સોએ તેમને નિશાન બનાવ્યા હોવાનો આક્ષેપ

કચ્છના ભુજ તાલુકામાં માધાપર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજા પર હુમલો થતા ચકચાર મચી છે. બૂથ પર આંકડા મેળવવા ગયા હતા ત્યારે અંદાજે 10 થી 15 અજાણ્યા શખ્સોએ તેમને નિશાન બનાવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. ઇજાગ્રસ્ત ઉમેદવારને તાત્કાલિક સારવાર અર્થે ભુજની જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે માધાપર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(8:50 PM IST)