News of Wednesday, 15th April 2026
કચ્છના રાપરમાં કોંગ્રેસના ઉમેદવારના અપહરણની ફરિયાદથી ચકચાર :ત્રણ દિવસથી પત્તો નથી
બેલા બેઠકના ઉમેદવાર રાજેશ કેશા ભીલ તા.11/4થી ગુમ : ભાઈએ નોંધાવી ફરિયાદ : પોલીસે તપાસ હાથ ધરી : કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ચિંતા અને રોષ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૫ : ચૂંટણીના રાજકીય માહોલના ગરમાટા વચ્ચે કચ્છ કોંગ્રેસના એક ઉમેદવારના અપહરણની ફરિયાદે ચકચાર સર્જી છે. રાપરની બેલા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રાજેશ કેશા ભીલ તા.11/4થી ગુમ છે અને ત્રણ દિવસથી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી.
તેમના ભાઈ મહેશ ગોરે કરેલી ફરિયાદ અનુસાર તેમનો ભાઈ રાજેશ પોતાના ગામ ભીમાસરથી 11 એપ્રિલથી ગુમ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવાર જ ગુમ થઈ જતાં રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.
પોલીસે આ મામલે ગુનો નોંધીને અપહરણનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. ચૂંટણીના સમયે જ ઉમેદવાર ગુમ થવાની ઘટનાથી કોંગ્રેસના કાર્યકરોમાં પણ ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા રાજેશ ભીલની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ તેજ કરવામાં આવી છે.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
