તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
જૂનાગઢ જિલ્લામાં ડીઝલની અછતના મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં
કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગાડા પર સવાર થઈ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું

જૂનાગઢ જિલ્લામાં ડીઝલની અછતના મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગાડા પર સવાર થઈ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે જિલ્લામાં ડીઝલની ભયંકર તંગી સર્જાઈ છે, જેના કારણે ખેડૂતો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. કોંગ્રેસે ખેડૂતોને પ્રતિ વીઘા 10 લીટર ડીઝલ ફાળવવાની માંગ સાથે ટ્રેક્ટર અને કોમર્શિયલ વાહનોના હપ્તામાં 6 મહિનાની મુક્તિ આપવાની પણ માંગણી કરી છે.
કોંગ્રસ પક્ષનો આક્ષેપ છે કે કેન્દ્ર સરકારની નીતિઓના કારણે ડીઝલ સંકટ ઊભું થયું છે અને હાલ વાહનચાલકોને ડીઝલ મેળવવા માટે બે-બે દિવસ લાંબી કતારોમાં ઊભા રહેવું પડી રહ્યું છે. સમગ્ર મામલે કોંગ્રેસે તાત્કાલિક યોગ્ય પગલાં લેવા સરકારને અપીલ કરી છે.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
