<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ-રાવલના નવ નિયુક્ત પ્રમુખ-ઉપપ્રમુખને અભિનંદન: કોંગ્રેસના મોતીબેન પરમાર અને મોહનભાઈ વાઘેલા સંભાળશે સુકાન

રાવલ શહેરના વિકાસ અને સુખ-સુવિધા માટે પ્રતિબદ્ધ રહેવા શુભકામનાઓ; જનતાના વિશ્વાસને અડગ રાખી કોંગ્રેસને મજબૂત બનાવવાની આશા

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૯ : જામ-રાવલ નગરપાલિકામાં કોંગ્રેસમાંથી  પ્રમુખપદે  મોતીબેન વાલાભાઈ પરમાર અને ઉપપ્રમુખ તરીકે મોહનભાઈ વાઘેલાની નિમણૂંક કરાઈ છે.

 

રાવલ શહેરને વધુ સુખ-સુવિધા અને વિકાસની યાત્રાને આગળ વધારો. રાવલની જનતાએ આપના પર જે વિશ્વાસ મૂક્યો છે તેને અડગ રાખી ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવા લોકોપયોગી કાર્યો કરો અને કોંગ્રેસ પક્ષને વધુ મજબૂતી અપાવો એવી અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ પાઠવી છે.

 

નવી ટીમના નેતૃત્વમાં નગરપાલિકા વિસ્તારમાં પાયાની સુવિધા, સફાઈ, પાણી, રસ્તા અને આરોગ્યલક્ષી કામોને પ્રાથમિકતા મળે અને નગરજનોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે તેવી સમગ્ર રાવલવાસીઓની અપેક્ષા છે. 

(3:10 PM IST)