તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
ગોંડલમાં પ્રથમ અઢી ઇંચ વરસાદમાં ઠેરઠેર પાણી ભરાતા ચિંતા
ઉમવાડા, આશાપુરા, અંડરબ્રીજ અને રાતાનાલામાં પાણી ભરાયાઃ પવન ફુંકાતા વૃક્ષો તૂટી પડયા

ગોંડલ :.. ગોંડલમાં કાલે સાંજથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ગોંડલથી રાજકોટ તરફ કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ નવા યાર્ડ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ગરમીથી ત્રસ્ત લોકોને વરસાદથી રાહત મળી હતી. વરસાદના કારણે ઉમવાડા અંડર બ્રીજમાં એસટી બસ ફસાઈ જવાની ઘટના બની હતી. ભારે વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને વાહનચાલકોને હાલાકી પડી હતી. (અહેવાલ : જીતેન્દ્ર આચાર્ય, જયસ્વાલ ન્યુઝ, ભાવેશ ભોજાણી -ગોંડલ
ગોંડલ તા. ર૪ :.. ગોંડલમાં ગઇકાલ મંગળવાર નાં દિવસભર નાં અસહ્ય બફારા અને વાદળીયા આકાશી માહોલ વચ્ચે સાંજે પાંચ કલાકે વિજળીનાં કડાકા ભડાકા અને ભારે પવન ફુંકાવા સાથે તોફાની વરસાદ ત્રાટકતા દોઢ કલાક માં સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો.વરસાદ ને કારણે રાજમાર્ગોપર પાણી ફરી વળ્યાં હતાં.અને કેટલાક નિચાણવાળા માર્ગો અને વિસ્તાર માં પાણી ભરાયા હતા.
શહેર નાં ઉમવાડા આશાપુરા અંડરબ્રીજ તથા રાતાનાલા માં પાણી ભરાતા ટ્રાફિક ઙ્કભાવીત થયો હતો.ઉમવાડા અંડરબ્રીજ માં જુનાગઢ થી દાહોદ જતી એસટી બસ પાણી માં ફસાતા લોકોએ ધક્કા મારી બસ ને પાણી બહાર કાઢવા કોશિષ કરી હતી.દરમિયાન નગરપાલિકા નાં કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા,દિપકભાઈ ગોવાણી,વોટર વર્કસ ચેરમેન સલીમભાઈ ચૌહાણ જેસીબી તથા ફાયર સ્ટાફ સાથે દોડી આવી બસ ને સલામત બહાર કાઢી હતી.
વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો હોય ખટારાસ્ટેન્ડ, પોસ્ટઓફીસ બિલ્ડીંગ સહિત કેટલાક વિસ્તાર માં વળક્ષો ધરાશઇ થયા હતાં.
કેટલાક દિવસો થી આકરા તાપમાન અને અસહ્ય બફારા સાથે કાગ ડાળે વરસાદ ની રાહ જોતા શહેરીજનોનાં હૈયે ધોધમાર વરસાદ થી ટાઢક વળી હતી.
તાલુકાનાં ગુંદાળા, અનિડા, ભુણાવા, બિલીયાળા સહિત શ્રીકાર વરસાદ વરસ્યો છે.
ગોંડલમાં પ્રથમ વરસાદે જ તંત્રની કાર્યપધ્ધતિ સામે ગંભીર સવાલો ઊભા કરી દીધા છે. અસહૃય ગરમી અને બફારા બાદ આવેલા જોરદાર વરસાદે શહેરના અનેક વિસ્તારોને જળમગ્ન બનાવી દીધા હતાં.
ઉમવાડા અંડરબ્રીજ ખાતે જૂનાગઢ - દાહોદ રૂટની એસ. ટી. બસ પાણીમાં ઘેરાઇ જતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતાં. મહિલાઓ, બાળકો અને વૃધ્ધો સહિત આશરે ૩૦ થી ૩પ મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા હતાં.
નગરપાલિકા પ્રમુખન પ્રતિનિધિ દીપકભાઇ ગોવાણી, કારોબારી ચેરમેન રાજભા જાડેજા તથા વોટર વર્કસ ખાતાના ચેરમેન સલીમભાઇ ચૌહાણ તાત્કાલીક સ્થળ પર પહોંચ્યા હતાં. ફાયર ફાઇટરો અને જેસીબી મશીનની મદદથી સફળ બચાવ કામગીરી હાથ ધરાઇ હતી.
ખોડીયારનગર રેલ્વે અંડરબ્રીજ પાણીના ગરકાવ થતા વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો. મોહન પાર્ક, જેતપુર રોડ અને ગુંદાળા શેરીમાં પણ વરસાદી પાણી ભરાઇ જતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.
ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ પરનું વિશાળ હોર્ડિંગ પવનના ઝાપટામાં નીચે પટકાયું હતું. જયારે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતો. જોખમી હાલતમાં લટકતા હોર્ડિગ્સ દૂર કરવાની માંગ ઉઠી રહી છે.
ગોંડલના લાલપુર અંડર બ્રીજ, ઉમવાડા અંડરબ્રીજ અને આશાપુરા અંડરબ્રિજ છેલ્લા કેટલાક વર્ષાથી ચોમાસામાં જનતાની મુશ્કેલીઓનું પ્રતિક બની ગયા છે. વરસાદ શરૂ થતાં જ પાણી ભરાવવાની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. અને બહારની સોસાયટીઓમાં રહેતા હજારો લોકો તેમજ વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વારંવાર સર્જાતી આ ગંભીર સમસ્યા છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.
હવે સવાલ એ ઉભો થયો છે કે આ વર્ષે તંત્ર કોઇ અસરકારક આયોજન કરશે કે પછી દર વર્ષની જેમ માત્ર વચનો આપી નિષ્ક્રીય બનીને બેસી રહેશે.?
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
