News of Tuesday, 27th October 2026
યુવતી સાથે વાતચીત અંગેનું મનદુઃખ રાખી, સલાયાના યુવાન પર હુમલોઃત્રણ સામે ફરિયાદ

(કોૈશલ સવજાણી દ્વારા) જામ ખંભાળિયા, તા.૨૭: ખંભાળિયા તાલુકાના ગામે જામનગરમાં રહીશ એવા ઈમરાનભાઈ હાસમભાઈ સોઢા નામના ૩૦ વર્ષના યુવાન સાથે બોલાચાલી કરી, સલાયાના રહીશ હુસેન અલી મામદ ગંઢાર, મુનાફ આમીન સંધી અને નાસીર મુસ્તાક ભગાડ નામના ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરી, ઈજાઓ કર્યાની અને તથા સાહેદ મામદ ઉર્ફે સિકંદરને જાનથી મારી નાખવાના ઈરાદા થી છરી વડે છાતીના ભાગે હુમલો કરી, ગંભીર ઈજાઓ પહોંચાડવા સબબની ફરિયાદ સલાયા મરીન પોલીસમાં નોંધાવવામાં આવી છે.
આરોપી દ્વારા કોઈ ચોક્કસ છોકરી સાથે વાતચીત ચાલુ હોય, તે બાબતનું મનદુઃખ રાખી ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જે અંગે પોલીસે તમામ ત્રણ આરોપીઓ સામે બીએનએસ તથા જીપી એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. એસ.આર. ખરાડી દ્વારા હાથ ધરવામાં આવી છે.
કૌટુંબિક દંપતિ સામે ફરિયાદ
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા હુસેનભાઈ નુરમામદભાઈ જસરાયા નામના ૪૬ વર્ષના યુવાન સાથે કોઈ બાબતે બોલાચાલી કરી, આ જ વિસ્તારમાં રહેતા અબ્બાસ નુરમામદ જસરાયા અને તેમના પત્ની મેરુનબેનએ પથ્થર વડે તેમજ લાકડાના ધોકા વડે બેફામ માર મારી, ઇજાઓ કર્યાની ફરિયાદ સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
દારૂ સાથે ઝડપાયો
દ્વારકાના વીરમેશ્વર નગર વિસ્તારમાં રહેતા અજય રસિકભાઈ ત્રિવેદી નામના ૫૩ વર્ષના શખ્સને સ્થાનિક પોલીસે રૂ. ૮,૯૫૦ ની કિંમતની વિદેશી દારૂની ૨ મોટી તથા ૧૫ નાની બોટલ સાથે ઝડપી લઇ, પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.
ઓખામાં પરપ્રાંતિય યુવાનનું બીમારીથી મૃત્યુ
રાજસ્થાન રાજ્યના કોટા જિલ્લાના મૂળ રહીશ અને હાલ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા કમલ ચંદ્રલાલ તલવાની નામના ૩૪ વર્ષના માછીમાર યુવાનને કોઈ બીમારી સબબ ગત તા. ૨૨ ના રોજ માછીમારી કરતી વખતે તબિયત લથડતા તેમને વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મળત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મહેશભાઈ ટંડેલએ ઓખા મરીન પોલીસને કરી છે.
મીઠાપુરમાં મહિલાનું મૃત્ય
મીઠાપુર તાબેના આરંભડા સીમ વિસ્તારમાં રહેતા શિલ્પાબેન રમેશભાઈ પટેલ નામના ૪૮ વર્ષના મહિલા પોતાના ઘરે એકલા રહેતા હોય, કોઈ અગમ્ય કારણોસર તેમનું મળત્યુ નિપજ્યું હતું. જે અંગેની જાણ શૈલેષભાઈ રમેશભાઈ પટેલએ મીઠાપુર પોલીસને કરી છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
