<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

ધોરાજીના તોરણીયામાં ૯૦ ખેડુતો સાથે ૧૪.પ લાખની છેતરપીંડી કરનાર સામે ફરીયાદ

ઘઉં, તુવેર, સોયાબીન, લઇને રૂપીયા ન આપનાર મહાવીર એન્‍ટરપ્રાઇઝનો માલીક જયદીપ સાણદિયા ગુમ થઇ ગયો

 (કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા., ૩: ધોરાજી તાલુકા પોલીસ સ્‍ટેશન ખાતે લેખિતમાં ફરિયાદ આપતા કાંતિભાઈ નારણભાઈ કાછડીયા રહે તોરણીયા તાલુકો ધોરાજી એ સામેવાળા મહાવીર એન્‍ટરપ્રાઇઝ ના માલિક જયદીપ ભગવાનજીભાઈ રહે તોરણીયા તાલુકો ધોરાજી તેમજ પેઢીના મેનેજર વિપુલ ચુનીલાલ દેલવાડીયા રહે તોરણીયા તાલુકો ધોરાજી તેમજ દલાલ શૈલેષ હીરાભાઈ ડોબરીયા રહે ચોકી તાલુકો જુનાગઢ વાળા વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ ધોરાજી તાલુકા પોલીસ સ્‍ટેશન ખાતે આપેલી હતી

ઉપરોક્‍ત બનાવવા અંગે ફરિયાદી કાંતિભાઈ નારાયણભાઈ ખીચડીયા ના એડવોકેટ બાબુલાલ જાગાણી એ માહિતી આપતા જણાવેલ કે ધોરાજી તાલુકાના તોરણીયા ગામ ખાતે મહાવીર એન્‍ટરપ્રાઇઝ નામની પેઢી ઊભી કરીને તેના સંચાલક જયદીપ ભગવાનજીભાઈ સાણદિયા એ ખેડૂતો સાથે વિશ્વાસ જીતીને ઘઉં તુવેર સોયાબીન જેની ઉપજ થઈ હતી તેવા અંદાજે નવ જેટલા ખેડૂતો પાસેથી માલ લઈને ૨૭ તારીખે પેમેન્‍ટ આપવાની ખાતરી આપી હતી એ પહેલા આરોપીઓ છેતરપિંડી કરીને નાસી ગયા અંગે ધોરાજી તાલુકા પોલીસ સ્‍ટેશન ખાતે લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે એડવોકેટ બાબુલાલ જાગાણીએ જણાવેલ કે ફરીયાદી ધોરાજી તાલુકાના તોરણીયા ગામે રહી ને ખેતી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા ફરીયાદીની ખેતીની જમીન તોરણીયા ગામે જ આવેલ છે જેમાં શિયાળું પાક ઘંઉ વાવેલ હતા અને આ ફરિયાદીની વાડી ખેતરોમાં જે પાકો થાય છે. તેનું વેચાણ અમારા જ ગામના અને ગામમાં આવેલ પેઢીએ વેચી છીએ તેમજ અમારા ગામના ઘણા ખેડૂતો આ પેઢીએ માલ વેચે છે.

 ફરીયાદીએ અમારા ખેતરમાં જે ધંઉ વાવેલ હતા તેમાંથી ૧૯,૭૫૦/-કીલો ધંઉં જે ૨૦ કિલોના રૂા. ૪૬૦/- લેખે આરોપીઓને વેચાણ આપેલ છે જે કુલ રૂા. ૪,૫૪,૨૫૦/- અંકે ચાર લાખ ચોપન હજાર બસ્‍સો પચાસ પુરાનો હીસાબ લેખે આપેલ ત્‍યારબાદ આરોપીઓએ આ રકમ આર. ટી. જી.એસ. અથવા ચેકથી આપી દઈશ તેવું જણાવેલ હતું.

 આ આરોપીઓએ પુર્વ કાવત્રુ રચી ખેડુતો પાસેથી ધંઉં, તુવેર, સોયાબીન વેચાણ લઈ ખેડુતોને ફકત બીલને બદલે ચીઠ્ઠીમાં વજન-ભાવ અને ટોટલ રકમ બાકી એવું આપી અમારી તથા અન્‍ય ખેડુતો સાથે વિશ્વાસધાત છેતરપીડી કરી અમારી લાખોની રક્રમ ઓળવી જઈ ભારતીય ન્‍યાય સહીતા મુજબ ગુન્‍હો કરેલ હોય  જે અંગે લેખિતમાં ફરિયાદ આપતા ધોરાજી તાલુકા પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે

ફરિયાદીના એડવોકેટ બાબુલાલ જાગાણીએ જણાવેલ કે આરોપીઓએ એક સંપ કરીને ધોરાજી તાલુકાના તોરણીયા સિવાય અન્‍ય ગાભાઓમાં પણ ખેડૂતો સાથે આ પ્રકારની છેતરપિંડી કરી હોય તેવું પણ ચર્ચામાં જાણવા મળેલ છે આ બાબતે પોલીસ ઉંડી તપાસ કરશે તો ઘણી હકીકત જાણવા મળશે અને ખેડૂતોને ફાયદો થશે

(1:18 PM IST)