<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

જામકંડોરણાનાં સાતોદડ ગામે હાઈવે બાયપાસ રોડ રસ્તાની ખેતી જમીન સંપાદન વળતર મામલે ખેડૂતનો આત્મવિલોપનનો પ્રયાસ

આત્મવિલોપનની ચિમકીનાં પગલે મામલતદાર, પોલીસ સહિતના અધિકારીઓ સાતોદડ ગામે પહોંચ્યા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી : જામકંડોરણા તાલુકાના સાતોદડ ગામે જામનગર જૂનાગઢને જોડતા હાઈવે રોડ નાં બાયપાસ રોડની કામગીરીમાં ખેડૂતની જમીન સંપાદન થતાં વળતર મામલે સાતોદડ ગામ નાં ખેડૂત રાજેન્દ્રસિંહએ વળતર મામલે અન્યાય થયો હોવાથી આંદોલન કરી ને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો ખેડૂતે તંત્ર વાહકોને ખેડૂતોની વળતરની માગણી મામલે રજૂઆત કરાઈ હતી આત્મવિલોપનની ચિમકીનાં પગલે મામલતદાર, પોલીસ સહિતના અધિકારીઓ સાતોદડ ગામે ગયા હતા
સાતોદડ ગામે ખેતી જમીન સંપાદન વળતર મામલે ખેડૂતે પોતાના પર પેટ્રોલ જેવૂ પ્રવાહી છાંટી ને આત્મવિલોપન નો પ્રયાસ કર્યો હતો તંત્ર વાહકો દાવરા ખેડૂત ને સમજાવટ કરી હતી
સાતોદડ ગામ નાં સ્થાનીક ખેડૂતો એ જણાવ્યું હતું કે જામકંડોરણાનાં સાતોદડ ગામ માં એક ખેડૂતને જમીન સંપાદન મામલે યોગ્ય વળતર ન મળતા આત્મવિલોપન પગલૂ ભરવાં પ્રયાસો કરવા પડે તે દૂખદ ચિંતાજનક છે ખેડૂતો દેશનો અન્નદાતા છે, પરંતુ  ખેડૂત પોતાની જ જમીન બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. સરકાર અને તંત્ર વિકાસના નામે ખેડૂતોની ખેતીલાયક જમીનો સંપાદિત કરી રહી છે, પરંતુ યોગ્ય વળતર, પારદર્શક પ્રક્રિયા અને ખેડૂતોની સંમતિ વગર લેવાતા નિર્ણયો ખેડૂતોને આર્થિક અને માનસિક રીતે તોડી રહ્યા છે.સરકારે ખેડૂતો ની રક્ષા કરે સાતોદડ ગામનાં ખેડૂતો  તાત્કાલિક યોગ્ય વળતર આપવામાં આવે,તથા ખેડૂતની રજૂઆતો ને સાંભળવામાં આવે,
જમીન સંપાદન પ્રક્રિયામાં પારદર્શકતા અને ખેડૂતોની સંમતિ ફરજિયાત બનાવવામાં આવે, ખેડૂતો પર થતો અન્યાય અને દબાણ બંધ કરવામાં આવે તેવી માંગણી કરાય છે
જામકંડોરણા તાલુકા મામલતદાર કચેરી નો સંપર્ક સાધતાં નાયબ મામલતદાર હરેશભાઈ ગોહેલે જણાવ્યું હતું સાતોદડ ગામે હાઈવે બાયપાસ રોડ રસ્તા ની કામગીરી માં જમીન સંપાદન વળતર મામલે ખેડૂતે આત્મવિલોપન ચિમકી આપતાં સાતોદડ ગામે દોડી જઇ ને ખેડૂત ને સમજાવટ કરાઈ હતી
જામકંડોરણા તાલુકા નાં સાતોદડ ગામે હાઈવે બાયપાસ રોડ રસ્તા ની જમીન સંપાદન વળતર મામલે ખેડૂત દ્વારા આત્મવિલોપન ની ચિમકી આપી હતી તે મામલે જામકંડોરણા તાલુકા પોલીસ, મામલતદાર, માગ મકાન વિભાગ સહિતના તંત્ર વાહકો સાતોદડ ગામે દોડી જઇ ને ખેડૂત ને સમજાવટ કરાઇ હતી
 પોલીસ સૂત્રો‌ પાસે થી જાણવા મળતી વિગતો મુજબ સાતોદડ ગામે હાઈવે બાયપાસ વળતર મામલે ખેડૂત રાજેન્દ્રસિંહએ પોતાની માગણી મામલે આત્મવિલોપનની ચિમકી આપીને પોતાના શરીર પર ડિઝલ જેવૂ પ્રવાહી છાંટી ને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો
ખેડૂતની તબીયત લથડતા સારવાર માટે તંત્ર વાહકો દાવરા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માં ખસેડાયેલ છે.(તસવીર કિશોરભાઈ રાઠોડ) 

(9:10 PM IST)