<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

પોરબંદરમાં પૂ.ભાઇશ્રીના સાનિધ્‍યમાં કરુણામય રથયાત્રા મનોરથ

પોરબંદરઃ  સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ૪૫મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્‍સવના ત્રીજા દિવસે શ્રીહરિ મંદિરમાં કરુણામયી માનો રથયાત્રા મનોરથ સંપન્ન કરવામાં આવ્‍યો. શ્રીહરિ મંદિરમાં સાયં આરતી બાદ સુસજ્જિત કરાયેલા રથમાં કરુણામયી માની ઉત્‍સવમૂર્તિને મંત્રોચ્‍ચાર અને સંકીર્તન સાથે પધરાવવામાં આવી હતી. ત્‍યારબાદ પૂજ્‍ય ભાઈશ્રી તથા પૂજ્‍ય બિહારીદાસ ભક્‍તમાલીજીના કરકમલો દ્વારા કરુણામયી માની પૂજા કરવામાં આવી તેમજ પૂજ્‍ય ભાઈશ્રી તથા પૂજ્‍ય બિહારીદાસ ભક્‍તમાલીજીના કરકમલોથી રથ ખેંચીને રથયાત્રા મનોરથ સંપન્ન કરવામાં આવ્‍યો હતો. તે તસ્‍વીર અને અહેવાલઃ પરેશ પારેખ, પોરબંદર.

(10:29 AM IST)