<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

લોધીકાના હરીપર તરવડા ગામે કંપનીના ડ્રાઇવર પર બે સુપરવાઇઝરનો હુમલો

લાકડીથી વારા ફરતી તુટી પડતા મુળ યુપીના ડ્રાઇવરનો હાથ ભાંગી ગયોઃ સિલકના રૂપીયા માંગતા થયેલી બોલાચાલીના મુદ્‌ હુમલોઃ લોધીકા પોલીસમાં ગુનો

રાજકોટ તા. રપ :.. લોધીકાના હરીપર તરવડા ગામે વૃજલોજિસ્‍ટીક કંપનીના ગોડાઉન પાસે કંપનીના ડ્રાઇવરે સીલકના રૂપિયા માંગતા બે સુપરવાઇઝરે લાકડી વડે હુમલો કરી હાથમાં ફ્રેકચર કર્યાની લોધીકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.આ મામલે હાલ નવસારીમાં જય શકિતનગરમાં રહેતા મુળ યુ.પી.નાં અને વૃજ લોજીસ્‍ટીકસમાં ડ્રાઇવર તરીકે કામ કરતાં સુશીલભાઇ દેવરાજભાઇ ઉપાધ્‍યાય (ઉ.૪ર) એ કંપનીના સુપરવાઇઝર કલીમ અહેદ અને પ્રતિક સંપટ સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યું કે તે ગઇ તા. ર૧ નાં કંપનીના ગોડાઉન પાસે હતા ત્‍યારે સિલકના રૂપિયા માંગતા આરોપીએ નહી આપતા બોલાચાલી થઇ હતી.જેનો ખાર રાખી બંને આરોપીઓએ ગાળો દઇ વારા ફરતી લાકડી વડે હુમલો કરતા જમણા હાથમાં ફ્રેકચર જેવી ઇજા થઇ હતી. લોધીકા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:56 AM IST)