તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
ખંભાળિયામાં મરઘીના રંગબેરંગી બચ્ચાઓને ખોખામાં પૂરી વેચાણ કરતા બચાવાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા. ૧૭ : રેલ્વે સ્ટેશન પાસે એક ગાડીમાં નાનકડા ખોખાઓમાં મરઘી ના બચ્ચાને પુરીને વીસવીસ રૂપિયામાં વેચાણ થતું હોવાની જાણ એનિમલ કેર ટ્રસ્ટ ખંભાળિયાના સદસ્યો ને થતા જાગૃત સ્વયંસેવકોની ટીમ દોરી ગઇ હતી.
હરિદ્વારનો રહેવાસી માતલુંબ મહંમદ નઇમ નામનો વ્યકિત મુરધીના નાના બચ્ચઓને પકડી તેના પર રંગબેરંગી કલર લગાડીને વીસ વીસ રૂપિયામાં વેચાણ કરતો હોય ૧૪૦ બચ્ચાઓને નાના-નાના ખોખામાં પુરીને વ્યકિત પાસેથી બચાવીને એનિમલ કેર ટ્રસ્ટ સંસ્થા દ્વારા ટ્રસ્ટી સંચાલિત ગૌશાળા તથા બળદ આશ્રમમાં સલામત રીતે પહોંચાડાયા હતા.
નાના જીવોને રમકડાની જેમ રંગ લગાવીને વીસ રૂપિયામાં તેનું વેચાણ કરીને આવું માનવતા વિહોણું કામ કરનારા વ્યકિત સામે લોકોમાં પણ રોષની લાગણી ફેલાઇ હતી.
કુદરતી રંગવાળા નાના બચ્ચાઓને કેમિકલવાળા કલર કરીને વેચાણ કરવાની પ્રવૃત્તિ પણ નીંદનીય બની છે.
એનિમલ કેર સંસ્થા દ્વારા પ્રાણીઓ પર અત્યાચાર કે ત્રાસ કે જાહેરમાં ગેરકાયદેસર વેચાણ થતું હોય તો સંસ્થાના સદસ્યોનો સંપર્ક કરવા જણાવાયું છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
