તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
જુગારના રંગમાં ભંગ પડયોઃ ગોંડલના બેટાવડ ગામે જુગાર રમતા ર૦ પકડાયા
ગોંડલ તાલુકા પોલીસે વાડી વિસ્તારમાં દરોડા પાડયા અન્ય ત્રણ સ્થળે કોટડા સાંગાણી પોલીસનો વાદીપરા ગામે, ગોંડલ તાલુકા પોલીસનો ઘોઘાવદર ગામે અને ભાયાવદર પોલીસનો હોળીધાર રોડ પર દરોડોઃ બે મહિલા સહિત કુલ ૧૬ પકડાયા

રાજકોટ, તા., ૧૨ : ગોંડલ તાલુકાના બેટાવડ ગામની સીમ વિસ્તારમાં ભાગીદારીમાં વાવવા રાખેલી વાડીમાં ભુપત મફાભાઇ ઠાકોર (ઉ.વ.૩૬, રહે. બેટાવડ, સહદેવસિંહ જાડેજાની વાડીએ, મુળ જેતલપુરા, તા. રાધનપુરા, પાટલ) વાડીની ઓરડીમાં જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે ગોંડલ તાલુકા પોલીસે દરોડો પાડી ર૦ પતાપ્રેમીને જુગાર રમતા પકડી રૂા.પર,૮૦૦ની રોકડ કબ્જે કરી હતી.
જુગાર રમતા પકડાયેલામાં ભુપત મફાભાઇ ઠાકોર (રહે. બેટાવડ ગામે) ઉપરાંત વિરલ કાંતીભાઇ પ્રજાપતિ (રહે.કોલીથડ ગામ તા. ગોંડલ) આશીષ કાબાભાઇ જોરીયા (રહે. થોરડી ગામ તા. જામકંડોરણા) ચંદુ સવજીભાઇ જીંજુવાડીયા (રહે. બાલસર ગામ તા. લોધીકા) દિલીપભાઇ નાથાભાઇ ચૌહાણ (રહે. ખીરસરા ગામ તા.લોધીકા) અનિલ ધનજીભાઇ સોલંકી (રહે. બેટાવડ ગામ તા. ગોંડલ) સુરેશ નાથાભાઇ સરમારી (રહે. મોળીદડ ગામ તા. કાલાવડ) સુરેશ નાથાભાઇ મકવાણા (રહે. મોળીદડ ગામ તા. કાલાવડ) કલ્પેશ ભગવાનજીભાઇ સોલંકી (રહે. બેટાવડ ગામ તા. ગોંડલ) કનુ વેલાભાઇ ઠાકોર (રહે. કોલીથડ ગામે છાપરવાડી ખુલ્લા પટમાં મુળ રહે. સાંથલી ગામ તા. રાધનપુર) વિજય કાથડભાઇ વાળા (રહે. રાજકોટ ઘંટેશ્વર એસ.આર.પી. કેમ્પની બાજુમાં મુળ રહે. મિયા ખીજડીયા તા. બાબરા) દિનેશ વિરસીંગભાઇ ભીલ (રહે. કોલીથડ ગામે ખુલ્લા પ્લોટમાં મુળ રહે. બુધાસાલા તા. રણાપુર જી. ઝાંબુઆ (એમપી) અમૃત પુનાભાઇ ઠાકોર (રહે. ચંદ્રસિંહ જાડેજાની વાડીએ મુળ રહે. જેતલપુરા તા. રાધનપુર) સાગર રમેશપરી ગૌસ્વામી (રહે. ગોંડલ જીત રેસીડેન્સી) જેન્તી પુનાભાઇ ઠાકોર (રહે. બેટાવડ ગામ ચંદ્રસિંહ જાડેજાની વાડીએ મુળ રહે. જેતલપુરા તા. રાધનપુર) ચંદુ મંગાભાઇ સોલંકી (રહે. બેટાવડ ગામ તા. ગોંડલ) અશ્વિન હમીરભાઇ ઠાકોર (રહે. કોલીથડ ગામે પ્રવિણભાઇ ગોબરભાઇ ધબાની વાડીએ મુળ રહે. વાઘપુરા તા. સમી જી. પાટણ) દિનેશ અજુભાઇ ઠાકોર (રહે. કોલીથડ ગામે ખુલ્લા પટમાં મુળ રહે. વાઘપુરા તા. સમી જી. પાટણ) અનિલ હમીરભાઇ ઠાકોર (રહે. કોલીથડ ગામે પ્રવિણભાઇ ગોબરભાઇ ધવાની વાડીએ મુળ રહે. વાઘપુરા તા. સમી) અને મધુબેન ચંદુલાલ સોલંકી (રહે. બેટાવડ)નો સમાવેશ થાય છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર, ગોંડલ નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી પીઆઇ યુ.આર.ડામોર, પીએસઆઇ આર.જે.જાડેજા, જયદીપસિંહ રાણા, અજયસિંહ ઝાલા, જયદીપભાઇ ધાંધલ, ભગીરથભાઇ વાળા, રાજેન્દ્રસિંહ ગોહીલ અને જયસુખભાઇ જીંઝાળાએ કરી હતી.
બીજા દરોડામાં કોટડા સાંગાણી પોલીસે વાદીપરા ગામે જાહેરમાં જુગાર રમતા ભરત મોહનભાઇ ગાબુ (ઉ.વ.૪ર) અને મુકેશ ખીમજીભાઇ મેર (ઉ.વ.૪૧ રહે. બંને વાદીપરા)ને રૂા. ર૧,ર૦૦ ની રોકડ સાથે પકડી ભાગી ગયેલા મનુ ભીમજીભાઇ ચૌહાણ અને વિશાલ જનકભાઇ દુધરેજીયા (રહે. બંને વાદીપરા)ની શોધખોળ શરૂ કરી છે.
ત્રીજા દરોડામાં ગોંડલ તાલુકા પોલીસે ઘોઘાવદર ગામમા બંધીયા જતા રોડ પર પુષ્પાબેન બાબુભાઇ મકવાણાના મકનમાં દરોડો પાડી જુગાર રમતા પુષ્પાબેન ઉપરાંત હંસાબેન પરસોતમભાઇ મકવાણા (ઉ.વ.પ૦) શીતલબેન પ્રકાશભાઇ મકવાણા (ઉ.વ.૩૩) વિજય હકુભાઇ સાકરીયા (ઉ.વ.ર૧) વિજય જેન્તીભાઇ સાકરીયા (ઉ.વ.૩૪) હીતેશ કાનજીભાઇ મકવાણા (ઉ.વ.પ) કીરીટ ભીખાભાઇ ધડુક (ઉ.વ.૪૦) અને મૌલીક બાબુભાઇ મકવાણા (ઉ.વ.ર૧ રહે. બધા ઘોઘાવદર ગામ) રૂા. ૧પ હજારની રોકડ સાથે પકડી લીધા હતા.
ચોથા દરોડામાં ભાયાવદર પોલીસે હોળીધાર રોડ આર્શીવાદ હોસ્પીટલ સામે રહીમ ગુલમામદભાઇ ધુધા (રહે. ભાયાવદર ગામ)ના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા કમલેશ ગોવિંદભાઇ ગરચર (ઉ.વ.૩૮ રહે. ભાયાવદર ગામ મતવા શેરી) ભાવેશ સાજણભાઇ સાદીયા (ઉ.વ.૩૬ રહે. ભાયાવદર ગામ હોળીધાર વિસ્તાર) વિનોદ જેઠાભાઇ બલવા (ઉ.વ.પ૦, રહ. ભાયાવદર, ગામ હોળીધાર વિસ્તાર) સાગર નંદાભાઇ રાઠોડ (ઉ.વ.ર૭, રહે. ભાયાવદર ગામ હોળીધાર વિસ્તાર), વેજાભાઇ ચાવડા (ઉ.વ.પપ, રહે. મોટી પાનેલી ગામ તળાવ પાસે) હીરા રતાભાઇ ચાવડા (ઉ.વ.૩૬, રહે. ભાયાવદર ગામ સરસ્વતી સોસાયટી) ને રૂા. ૬પ હજારની રોકડ અને પાંચ ફોન સહિત રૂા.૧.ર૦ લાખના મુદામાલ સાથે પકડી લીધા હતા.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
