<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

બાબરાના વાંકીયામાં કોલેજીયન છાત્રા ગાયત્રી કટેશીયાનો ઝેર પી આપઘાત

સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડયોઃ બે ભાઇની એક જ બહેન હતી

રાજકોટ તા. ૨૩: બાબરાના વાંકીયા ગામે રહેતી અને કોલેજમાં અભ્‍યાસ કરતી યુવતિએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાીપ ગઇ છે. બે ભાઇની તેણી એકની એક બહેન હતી.

જાણવા મળ્‍યા મુજબ વાંકીયા ગામે રહેતી ગાયત્રીબેન હરજીભાઇ કટેશીયા (ઉ.વ.૨૪)એ ગઇકાલે સાંજે ઘરે એકલી હતી ત્‍યારે કોઇ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. પરિવારજનો ઘરે આવ્‍યા ત્‍યારે ઘટનાની જાણ થતાં સારવાર માટે ખસેડી હતી. પરંતુ તેણીનું મૃત્‍યુ થયું હતું.

આપઘાત કરનાર ગાયત્રીબેન બે ભાઇ અને એક બહેનમાં નાની હતી. તેણી કોલેજમાં ભણતી હતી. આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે પરિવારજનો અજાણ હોઇ પોલીસે તપાસ યથાવત રાખી હતી.

(1:46 PM IST)