તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
કચ્છ, જામનગર અને દ્વારકામાં ઓછા વરસાદને પગલે ઘાસચારા અને પાણી માટે કલેક્ટરોને સત્તા સોંપાઈ
કેબિનેટ મિટિંગમાં મહત્વના નિર્ણયો :રૂપાલ વરદાયિની માતા મંદિર, ગોવર્ધન પર્વત, અનલગઢ કિલ્લો અને ગ્રેટર ગીર સહિત 10 ધાર્મિક સ્થળોના વિકાસને કરોડોની મંજૂરી અપાઈ

ગાંધીનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કેબિનેટ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા સરકારના મહત્વપૂર્ણ અને પ્રજાલક્ષી નિર્ણયો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કેબિનેટમાં ઓછા વરસાદવાળા જિલ્લાઓમાં પીવાના પાણી અને ઘાસચારાની સ્થિતિ, રાજ્યનો આર્થિક વિકાસને લઈને સીમાચિહ્નરૂપ જાહેરાતો કરવામાં આવી હતી.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ ચોમાસા દરમિયાન ઓછો વરસાદ નોંધાયો હોવાથી મુખ્યમંત્રીએ પરિસ્થિતિની ગંભીરતાપૂર્વક સમીક્ષા કરી છે. પશુધનને બચાવવા અને માલધારીઓને મુશ્કેલી ન પડે તે માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારાનો જથ્થો અનામત રાખવા અને જરૂર પડ્યે ઝડપી નિર્ણય લઈને રાહત સહાય આપવા માટે સંબંધિત જિલ્લા કલેક્ટરોને વિશેષ વહીવટી સત્તાઓ સોંપવામાં આવી છે. આ ઉપરાંત ત્રણેય જિલ્લાઓમાં પીવાના પાણીના પુરવઠાની સતત મોનિટરિંગ અને દૈનિક રિવ્યૂ કરવા માટે સખત સૂચનાઓ જારી કરવામાં આવી છે.
રાજ્ય અને દેશના અર્થતંત્ર અંગે બોલતાં હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે, ભારતનો જીડીપી ગ્રોથ વૈશ્વિક સ્તરે અડગ અને મજબૂત ગતિએ આગળ વધી રહ્યો છે. જીએસટી દરોમાં રાહત આપવા છતાં ગુજરાતનો આર્થિક વિકાસ દર 28 ટકા નોંધાયો છે, જે રાજ્યની મજબૂત આર્થિક સ્થિરતા દર્શાવે છે. એક્સપોર્ટમાં સતત નોંધપાત્ર ઉછાળો થઈ રહ્યો છે અને વેપાર-ઉદ્યોગને વધુ વેગ આપવા જીએસટી વ્યવસ્થાનું સતત મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
(9:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
