News of Saturday, 1st August 2026
જૂના સાદુળકા ગામે આશ્રયસ્થાનની મુલાકાતે કલેકટર સ્વપ્નિલ ખરે : આશ્રિતો માટે ભોજન અને રહેઠાણની સુવિધાઓ સુનિશ્ચિત કરી
વિસ્થાપિતો માટે તમામ આવશ્યક સુવિધાઓ પૂરી પાડવા વહીવટી તંત્ર સંવેદનશીલ : નાગરિકોને તકલીફ ન પડે તે માટે અધિકારીઓને સચેત રહેવા આદેશ

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી: ભારે વરસાદી પરિસ્થિતિમાં લોકોને સુરક્ષિત સ્થળે વિસ્થાપિત કરવાની જરૂર પડે તો નાગરિકોની સલામતી અને સુવિધાઓ પ્રત્યે મોરબી જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સંવેદનશીલતા દાખવી રહ્યું છે. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ મોરબી તાલુકાના જૂના સાદુળકા ગામે ઊભા કરવામાં આવેલા આશ્રયસ્થાન (શેલ્ટર હોમ) ની રૂબરૂ મુલાકાત લીધી હતી.
કલેક્ટર સ્વપ્નિલ ખરેએ આશ્રયસ્થાનમાં રહેલા આશ્રિતો માટે ભોજન, પીવાના શુદ્ધ પાણી, આરોગ્ય વિષયક સેવાઓ અને રહેઠાણની તમામ આવશ્યક સુવિધાઓ યોગ્ય રીતે મળી રહે તે સુનિશ્ચિત કર્યું હતું. આ સાથે તેમણે સ્થાનિક કર્મચારીઓ તથા નાગરિકો સાથે સ્થળ પર વિસ્તૃત ચર્ચા કરી હતી અને વિસ્થાપિતોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે રીતે સતત સચેત રહેવા માટે જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા.
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
