News of Friday, 27th November 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર વધ્યુઃ નલીયા ૧૦.૮, અમરેલી ૧૩.૪ ડિગ્રી
મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકની વધુ અસરઃ બપોરે ધોમધખતો તાપ

રાજકોટ, તા. ર૭: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ઠંડીના જોરમાં વધારો થયો છે અને લઘુતમ તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરી ગયો છે.
આજે કચ્છના નલીયામાં ૧૦.૮, અમરેલી ૧૩.૪, રાજકોટમાં ૧૪.૪, જામનગરમાં ૧૬.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છની સાથે ગુજરાતમાં શિયાળાની શરૂઆત સાથે જ ઠંડીનું જોર વધવા લાગ્યું છે, આજે નોંધાયેલા લઘુત્તમ તાપમાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં ૧૦.૮ ડિગ્રી નોંધાયું છે, જ્યારે અમરેલીમાં ૧૩.૪ ડિગ્રી, રાજકોટમાં ૧૪.૪ ડિગ્રી, ડીસામાં ૧૪.૮ ડિગ્રી અને પોરબંદરમાં ૧૪.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે, આ ઉપરાંત અમદાવાદમાં ૧૭.૦ ડિગ્રી, વડોદરામાં ૧૬.૨ ડિગ્રી, ભાવનગરમાં ૧૮.૨ ડિગ્રી, ભુજમાં ૧૭.૨ ડિગ્રી, દમણમાં ૧૭.૬ ડિગ્રી, દીવમાં ૧૬.૫ ડિગ્રી, દ્વારકામાં ૧૮.૭ ડિગ્રી, કંડલામાં ૧૭.૫ ડિગ્રી, સુરતમાં ૧૯.૧ ડિગ્રી, ઓખામાં ૨૦.૬ ડિગ્રી અને વેરાવળમાં ૨૦.૭ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે, જ્યારે ડાંગ, ગાંધીનગર અને સુરેન્દ્રનગરના આંકડા ઉપલબ્ધ થયા નથી, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન પ્રમાણમાં ઊંચું રહ્યું છે, આગામી દિવસોમાં ઠંડીમાં હજુ વધારો થવાની શકયતા છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૬.૪ ડિગ્રી, મહતમ તાપમાન ૩૦.પ ડિગ્રી, ભેજનું પ્રમાણ પ૮ ટકા અને પવનની ગતિ ૪ કિ.મી. રહી છે

(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
