News of Wednesday, 27th May 2026
કચ્છના મુન્દ્રા પોર્ટ ઉપર ૨૦૦ કરોડનું કોકેઈન ઝડપાયું : ATS અને કોસ્ટગાર્ડનો ધડાકો
બંદરેથી હજી ૧૫૫ કરોડના જેહાદી ડ્રગ્સ કેપ્ટામાઇન ઝડપાયાની શાહી સુકાઈ નથી ત્યાં વધુ એક મોટો જથ્થો ઝડપાયો : જ્યારે દરિયાઈ વિસ્તારમાં બિનવારસુ ઝડપાઇ રહ્યું છે ડ્રગ્સ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૭ : વાયા કચ્છ થઈને ગુજરાતને ડ્રગ્સનું લેન્ડીંગ પોઈન્ટ બનાવવાના કારસાને એટીએસએ નિષ્ફળ બનાવ્યું છે. કચ્છના મુન્દ્રા બંદરેથી ૧૫૦ કરોડનું કોકેઈન ડ્રગ્સ ATS એ કોસ્ટગાર્ડ સાથે મળી સયુંક્ત ઓપરેશનમાં ઝડપ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. સત્તાવાર વિગતો ATS દ્વારા અમદાવાદ મધ્ય અપાશે એવી ચર્ચા છે. પાકિસ્તાનના કાસીમ બંદરેથી આવેલ જહાજમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. દરમ્યાન સ્થાનિક મુન્દ્રા કસ્ટમને સાઇડ ઉપર રાખી ATS દ્વારા કોસ્ટગાર્ડ સાથે મળી ઓપરેશન હાથ ધરાયું હોવાની માહિતી મળી રહી છે. જોકે, મુન્દ્રા બંદરેથી ગત ૧૫ મે ના રોજ ૧૫૫ કરોડથી વધુની કિંમતનું કેપ્ટામાઇન નામનું જેહાદી ડ્રગ્સ ઝડપાયું હતું. આથી અગાઉ ૨૨ હજાર કરોડનો ડ્રગ્સનો વિક્રમી જથ્થો પણ ઝડપાઈ ચુક્યો છે. આ સિવાય નાના મોટા કિસ્સાઓ અલગ.
બીજી તરફ કચ્છના અબડાસાના જખૌથી લખપતના કોટેશ્વર ના દરિયા કાંઠાના વિસ્તારમાંથી બિનવારસુ ડ્રગ્સ ઝડપાવવાનો સિલસિલો સતત ચાલુ જ છે. ડ્રગ્સના દૈત્ય વડે રાષ્ટ્રને ખોખલું બનાવતા દેશના દાણચોરો સામે જડમૂળથી સયુંક્ત તપાસ જરૂરી છે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
