<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

સાયલાના ચિત્રલાખા ગામે સરકારી ખરાબામાંથી કોલસાની ચોરી થતી'તી! રાજકોટ રેન્‍જની ટીમ ત્રાટકી

૯ ટ્રેકટર, ૩ જનરેટર, ૩ કેપ્રેશન, સુઢકેસીંગ ૯ સહિત ર૩.૩૦ લાખનો મુદામાલ કબ્‍જે

રાજકોટ તા. ૩૦ :.. સુરેન્‍દ્રનગરના સાયલાના ચિત્રલાખા ગામે રાજકોટ રેન્‍જની ટીમે દરોડો પાડી સરકારી ખરાબામાંથી ગેરકાયદે કોલસાની ચોરી પકડી પાડી ર૩.૩૦ લાખનો મુદામાલ કબ્‍જે કરેલ છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય રાજકોટનો દ્વારા સરકારશ્રીની સંપતીને તેમજ કુદરતી સંપતીને નુકશાન કરતા ઇસમો વિરુધ્‍ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્‍વયે રાજકોટ રેન્‍જના પોલીસ ઇન્‍સપેક્‍ટર અપૂર્વ પટેલેના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્‍જના પોલીસ સબ ઇન્‍સપેક્‍ટર પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્‍ટાફ દ્વારા આવા ઇસમોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ તથા હ્યુમનસોર્સનો ઉપયોગ કરી રહેલ હતા તે દરમ્‍યાન મળેલ ચોકકસ હકિકત આધારે સ્‍ટાફના યોગેન્‍દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્‍દ્રસિહ વાઘેલા, રાજદિપસિહ ઝાલા, દિલીપસિહ સિંધવ, ફતેસંગ પરમાર એ સુરેન્‍દ્રનગર જિલ્લાના સાયલા પો.સ્‍ટે. વિસ્‍તારના ચિત્રલાખા ગામના સર્વે નંબર ૧૪૧ ના સરકારી ખરાબામાંથી ગેરકાયદેસર ખનીજ કોલસાની ચોરી થતી હોય સદર જગ્‍યા ઉપર તપાસ કરતા મોટર સાયકલ - ૩ (૧) નંબર જીજે૧૩બીસી૩૪૯૩ માલીક જનકભાઇ વીજાભાઇ સારદીયા રહે.થાનગઢ સુરેન્‍દ્રનગર (૨) નંબર જીજે૧૩એએફ ૧૯૫૧ માલીક રામાભાઇ પુનાભાઇ કોઠારીયા રહે.થાન સુરેન્‍દ્રનગર (૩) નંબર જીજે૧૩બીડી૮૩૮૫ માલીક રાહુલભાઇ મોતીભાઇ સરલા રહે. સાયલા સુરેન્‍દ્રનગર તેમજ ટ્રેકટર - ૩ (૧) નંબર જીજે૧૩એએમ૨૮૬૧ માલીક લાલજીભાઇ ધનાભાઈ પનારા રહે. મુળી સુરેનદ્રનગર (૨) સીરીયલ નંબર NDHLO2142FB (૩) સીરીયલ નંબર QSTN30605080155 નુ મળી આવેલ તેમજ સદરહુ જગ્‍યા ઉપર અંદાજે ૧૩ જેટલા ખોદેલા ખાડા તથા સુંઢકેસીંગ-૯, ટ્રેકટર - ૩, કંપ્રેશન-૩, જનરેટર-૧, મોટરસાયકલ-૩ અને કોલસો ટન-૩૭૦ મળી કુલ રૂ.૨૩,૩૦,૦૦૦/-નો મુદ્દામાલ મળી આવતા તમામ મુદ્દામાલ સીઝ કરી સાયલા પોલીસ સ્‍ટેશનના સ્‍ટાફને બોલાવી ખાણખનીજ ના અધિકારીશ્રીઓને જાણ કરી આગળની કાયદેસરના દંડની કાર્યવાહી કરવા સારુ સીઝ કરેલ મુદ્દામાલને સોંપી આપવામાં આવેલ છે

(11:14 AM IST)